- કોન્સ્ટેબલથી લઈને આઈ.પી.એસ. સુધીની ભરતી થાય ત્યારે નવ મહિના સુધી તેમને ટ્રેનીંગ આપવામાં આવે છે.
- પોલીસની શિસ્તબદ્ધતા તેમની પરેડ અને સેલ્યુટથી અંકાય છે.
WatchGujarat. શહેરમાં તાલીમ રહેલાં નવા 550 રિકુટ કોસ્ટેબલ્સ શિસ્તબદ્ધ રીતે સેલ્યુટ મારતાં શીખે અને પરેડમાં એક્યુરસી જાળવી શકે તે માટે સુરતમાં ડ્રિલ નર્સરી શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં કરાઇ પોલીસ અકાદમી , ગોધરા અને સાબરકાંઠા બાદ સુરત રાજ્યનું ચોથું શહેર બન્યું છે. સોમવારે તેનું પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા કરવામાં આવ્યું હતું.
કોન્સ્ટેબલથી લઈને આઈ.પી.એસ. સુધીની ભરતી થાય ત્યારે નવ મહિના સુધી તેમને ટ્રેનીંગ આપવામાં આવે છે. આ ટ્રેનીંગના કારણે તેઓ શિસ્તબદ્ધ અને મજબુત ઈરાદાવાળા બનીને બહાર આવે છે. પોલીસની શિસ્તબદ્ધતા તેમની પરેડ અને સેલ્યુટથી અંકાય છે. જયારે પણ ઉપરી અધિકારી આવે ત્યારે તેને નીચી રેન્કના કર્મચારીએ સેલ્યુટ મારવાની હોય છે. સેલ્યુટ મારતી વખતે 45 ડીગ્રીનો કાટકોણ બને તે જરૂરી છે.
પરેડ દરમ્યાન કદમતાલ, ઉચાઇ પ્રમાણે કમરની હાંડકા સુધી અથવા તો 12 ઈચ હોવાનું જોઈએ. દાહીને મુડમાં 90 ડીગ્રી ટર્ન અને પીછે મુડમાં 190 ડીગ્રી ટર્ન જરૂરી છે. ધીમે ચાલ 15 ઇંચના બે ભાગ કરીને 30 ઈંચનો કદમ ફરજીયાત છે. એવા અનેક નિયમનો પોલીસને શીખવવામાં આવે છે.
સુરત શહેર મેટ્રો સીટી બનાવની સાથે હેડ ક્વાટરમાં ચાર વર્ષથી તાલીમ ભવન પણ બની ગયું છે. પરંતુ વર્ષ 2017 માં 300 ની બેચ બાદ નવા રીક્રુટસને ટ્રેનીંગ આપવામાં આવતી ન હતી. કોરોનાને કારણે જે તે શહેર માટે ભરતી પામેલા નવા રિક્રુટમેન્ટ તેમના શહેરમાં જ તાલીમ માટે મોકલવામાં આવતા સુરત પોલીસને નવી 550 બેચ તાલીમ માટે મળી છે. આ રીક્રુટ્સને છેલ્લા કેટલાક મહિનાથી અઠવા લાઈન્સ પોલીસ મથકે જ તાલીમ અપાઈ રહી છે.
શું છે ડ્રિલ નર્સરી
તાલીમાર્થીઓ હોય ત્યારે તેમની ઝડપથી તાલીમ આપી શકાતી નથી . નર્સરી હોય તે સંજોગોમાં પ્રશિક્ષક અને કોચ તાલીમાર્થીઓ માટે વધુ સરળ અને ઝડપથી તાલીમ આપી શકાય છે . સેલ્યુટ યોગ્ય રીતે થઇ શકે અને તાલીમાર્થી પોતે તે જોઇ કે તે માટે મિરર મૂકવામાં આવ્યા છે. 15 મિરર હોવાને કારણે એક સાથે 15 જેટલાં તાલીમાર્થીઓ સેલ્યુટથી લઇને તમામ પ્રકારની ડ્રીલ કરી શકવાની સાથે પ્રશિક્ષક પણ સરળતાથી મુલ્યાંકન કરી શકે છે . તે ઉપરાંત ગ્રાઉન્ડ ઉપર જ અલગ અલગ ડિઝાઇન સાથેની બાંધકામ અને પાઇપીંગ કરાયું છે જેથી તાલીમાર્થી પરેડની આંટીઘૂંટી શીખી શકે .