કાયદેસરધંધો કરતા વેપારી પાસેથી રૂપિયા પડાવવા માટે આર.આર.સેલના કોન્સ્ટેબલ અને વચેટિયાનું ષડયંત્ર
ધંધો કરવો હોય તો પૈસા આપવા પડશે તેમ કહીને લખો રૂપિયાની માંગણી કરવામાં આવી
વેપારીની ફરિયાદને પૈસા લેતા ACB નો વચેટીયો ઝડપાયો
WatchGujarat. જિલ્લા પોલીસના આર.આર.સેલના કોન્સ્ટેબલ મહાદેવ સેવાઇકર અને એક વચેટિયો પીપોદરામાં ઓઇલ વેપારી પાસેથી રૂ. 4.50 લાખ લાંચ લેતા ઝડપાયો હતો. પીપોદરા વિસ્તારમાં વેપારી ઇન્ડસ્ટ્રીયલ ઓઈલનો વેપાર કરે છે. જિલ્લા પોલીસના આર. આર. સેલના કોન્સ્ટેબલ મહાદેવ સેવાઇકર અને વચેટિયો વિપુલ બલર તેમજ અન્ય એક પોલીસવાળાએ વેપારી પાસે જઈને તમારે ધંધો કરવો હોય તો લાંચ પેટે રૂ. 4.50 લાખ આપવા પડશે.
પૈસા લેવા માટે વચેટિયાએ વેપારીને ફોન પણ કર્યા હતા. પરંતુ વેપારી પૈસા આપવા ઈચ્છતો ન હોવાથી તેણે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની અમદાવાદ કચેરીને ફરિયાદ કરતા ટીમ આવી હતી. ગુરૂવારે કિમ-પીપોદરામાં વચેટિયા વિપુલ બલરની ઓફિસમાં વેપારી લાંચના રૂ. 4.50 લાખ આપવા આવ્યો ત્યારે ACB ની ટીમે વિપુલને ઝડપી પાડ્યો હતો. તે સમયે મહાદેવ પણ આવી જતા એસીબીએ તેને પણ પકડી લીધો હતો. ACB એ મહાદેવ સેવાઈ, વિપુલ બલર અને અન્ય એક પોલીસવાળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
પૈસા પડાવવાનો કારસો પ્રિ પ્લાન્ડ હોવાની આશંકા
30 જાન્યુઆરીના રોજ મહાદેવ અને અન્ય પોલીસવાળાઓએ ઓઇલના વેપારીને ત્યાં બોગસ રેઇડ કરી હતી. તે સમયે કહ્યું કે ધંધો કરવો હોય તો દર મહિને 4.50 લાખ રૂપિયા વિપુલને આપી દેવાના. જે કારમાં આવીને બોગસ રેઇડ થઈ હતી તે સ્કોર્પિઓ કાર પણ એસીબીએ કબજે લીધી હોવાની માહિતી મળી છે. આમ, પૈસા પડાવવા માટે આખી ઘટનાને અગાઉથી પ્લાન કરવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે.