મોટા વરાછા વિસ્તારમાં આવેલા ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં યુવાનો ક્રિકેટ રમવા અને ટોળે વળ્યાં
ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ
પોલીસની એન્ટ્રીથી ખેલાડીઓ દોડ્યા, એક સાથે બાઇકો નિકળતા મેદાન ધૂળીયું બન્યું
WatchGujarat. સુરત શહેરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. પરંતુ આ બધા વચ્ચે લોકો બેદરકારીની હદો પાર કરી સામેથી જ જાણે કોરોનાને નિમંત્રણ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. અને આવી જ એક ઘટના સામે આવી છે. સુરતના મોટા વરાછા સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડ પર મોટી સંખ્યામાં યુવાનો ક્રિકેટ રમવા માટે એકઠા થયા હતા. જો કે અહીં પોલીસ પહોચી જતા અફરાતફરી સર્જાઈ હતી.
https://youtu.be/W-O3FDFQUR0
સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ તંત્ર કોરોનાને કાબુમાં લેવા સતત કામગીરી કરી રહ્યું છે. પરંતુ માત્ર તંત્રની જ નહીં લોકો પણ તકેદારી રાખે તે જરૂરી પણ છે. લોકોની પણ જવાબદારી બને કે, તેઓ પણ તકેદારી રાખે અને તંત્રને સહયોગ આપે. પરંતુ સુરત શહેરમાં આની વિપરીત થઈ રહ્યું છે. અને આવી જ એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં યુવાનો ક્રિકેટ રમવા અને ટોળે વળ્યાં હતા. જો કે બીજી તરફ આ બનાવની જાણ પોલીસને થઈ હતી. જેથી પોલીસની એક પીસીઆરવાન ત્યાં આવી પહોંચી હતી. ગ્રાઉન્ડમાં પોલીસની એન્ટ્રી થતાની સાથે જ મેદાનમાં હાજર લોકો બાઇક લઇને ભાગતા જોવા મળ્યા હતા.
પોલીસ આવતા મચી અફરાતફરી
પોલીસની ગાડી જોતા જ આખા ગ્રાઉન્ડમાં અફરાતફરી મચી જવા પામી હતી. યુવાનો ડરના માર્યા ભાગદોડ કરવા લાગ્યા હતા. પોલીસના હાથે ન ચડવાની બીકે યુવાનો બાઇક પર આમ તેમ ભાગતા નજરે ચડ્યા હતા. જો કે ત્યાં હાજર કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો અને આ વીડિયો શોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
લોકો જવાબદારી સમજે તે પણ જરૂરી
કેટલાક કિસ્સાઓમાં પોલીસ કડક વલણ અપનાવી દંડાવાળી કરે છે. ત્યારે પોલીસની કામગીરીનો વિરોધ થાય છે. પરંતુ સુરત શહેરમાં હાલમાં કોરોનાનો કહેર કેવો વર્તાઈ રહ્યો છે તેનાથી સૌ સુરતીઓ વાકેફ છે. ત્યારે યુવાનો જો આવી બેદરકારી રાખે તે કેટલું યોગ્ય ગણી શકાય ? આવા કિસ્સાઓમાં પોલીસ કડક વલણ અપનાવે તે પણ જરૂરી બન્યું છે. કારણ કે સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે આવી બેદરકારી ફરી એક વખત સુરત શહેરમાં ભારી પડી શકે છે. ત્યારે આવા યુવાનો સામે લોકો પણ રોષ વ્યકત કરી રહ્યા છે.