• રાજ્યના તમામ પ્રમુખ શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે
  • કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટરે કર્ફ્યુમાં હાથ લારી લઇ જતા બે શ્રમિકોને અટકાવ્યા
  • તેમની પુછપરછ બાદ તેઓને પૈસા આપી જવા દેવાયા
  • પોલીસ કર્મી દ્વારા માનવતાવાદી વલણ અપવાનીને કરવામાં આવેલી મદદની ચોતરફથી પ્રશંશા થઇ રહી છે

WatchGujarat. સુરતમાં કોરોનાનું સંક્મ્રણને લઈને રાતે 9 થી સવારના 6 વાગ્યા સુધી કફર્યુ અમલમાં મુકાયું છે. ત્યારે પોલીસ પણ રાત્રી કફર્યુનું ચુસ્તપણે પાલન કરાવી રહી છે. આ બધા વચ્ચે સુરતમાં કતારગામ પી.આઈ. ભગીરથ ગોહિલની માનવતા સામે આવી હતી. કફર્યુ દરમ્યાન પોતોના સ્થળે જતા બે શ્રમિકો પાસે જમવાના પૈસા ન હતા. અને પી.આઈએ બંને શ્રમિકોને મદદ કરી હતી. પી.આઈ.ના માનવતા ભર્યા વલણને કારણે તેમની ચોતરફથી પ્રશંશા થઇ રહી છે.

સમાજમાં પોલીસને એક અલગ જ નજરથી જોવામાં આવે છે. અમુક પોલીસકર્મીઓના કારણે અનેક વખત ડિપાર્ટમેન્ટની છબી ખરડાઈ છે. પરંતુ પોલીસ ડિપાર્ટમેન્ટમાં એવા કેટલાય પોલીસકર્મીઓ છે કે, જે સતત કાયદા અને વ્યવસ્થાના પાલન સાથે માનવતાનું કામ પણ કરે છે. અને શહેરમાં પોલીસ કર્મીના માનવતા ભર્યા વલણનો કિસ્સો સામ આવ્યો છે.

સુરતમાં કોરોનાનું સંક્મ્રણને લઈને રાતે 9 થી સવારના 6 વાગ્યા સુધી કફર્યુ અમલમાં મુકાયું છે. ત્યારે પોલીસ પણ કફર્યુનું ચુસ્તપણે પાલન કરાવી રહી છે. કફર્યુ દરમ્યાન તમે પોલીસને લોકોને ડંડા મારતા જોયા હશે. પરંતુ કતારગામ પી.આઈ.ની કાયદા અને વ્યવસ્થાની જાણવણી વચ્ચે માનવતા પણ જોવા મળી હતી.

બંને શ્રમિકોની PI એ કરી મદદ

સુરતમાં કફર્યુ દરમ્યાન કતારગામ પોલીસ ઇન્સ્પેકટર (PI) ભગીરથ ગોહિલ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન બે શ્રમિકોને તેઓએ જોયા હતા. કતારગામ પી.આઈ.એ શ્રમિકોને રોક્યા હતા. અને તેમની સાથે વાતચીત કરી હતી. ત્યાર બાદ તેઓએ તેમના પાકીટમાંથી પૈસા આપ્યા હતા. સમગ્ર ઘટનાની તસ્વીરો સોશિયલ મિડીયામાં વાઇરલ થઇ હતી. અને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવેલી કામગીરીની ચોતરફથી પ્રશંશા કરવામાં આવી રહી છે.

શ્રમીકોને ઉભા રાખીને જમ્યા કે નહિ તેમ પુછતા તેઓ અસમંજસમાં મુકાયા – PI ભગીરથ ગોહિલ

watchgujarat.com સાથેની ખાસ વાતચીતમાં PI ભગીરથ ગોહિલે જણાવ્યું હતું કે કફર્યુ શરૂ થઈ ચૂક્યો હતો અને હું તેના બંદોબસ્તમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે સમયે રસ્તામાં બે મજૂરો હાથલારી લઈને ખૂબ જ ઝડપથી ચાલી રહ્યા હતા. મારી નજર એ લોકો પર પડી ત્યારે મેં બંને જણાને ઉભા રખાયા. મજૂરો અમને જોઈ થોડા ગભરાઈ ગયા હતા. મેં થોડી પ્રાથમિક પૂછપરછ કરી ત્યારબાદ બંને મજૂર અને મેં પૂછ્યું કે, તમે લોકોએ જમી લીધું કે બાકી છે ? મારી વાત સાંભળી મજૂરો થોડા ક્ષણો માટે અસમંજસમાં મુકાઈ ગયા હતા. મેં મજૂરોને કહ્યું તમારૂ જમવાનું બાકી છે ત્યારે મેં એમને કહ્યું ગભરાશો નહીં. અને ત્યારે એમને કહ્યું બાકી છે સાહેબ. તેમની વાત સાંભળ્યા પછી મેં મારા કર્મીને કીધું આ બંને જણાને જવા દો અને બંનેને જમવા માટે રૂપિયા આપી જવા દીધા.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud