• અત્યાર સુધી સુરત શહેર ટ્રાફિક પોલીસ મેન્યુઅલી એટલે કે હાથેથી રસીદ ફાડીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકોને મેમો આપતી
  • હવે ટેકનોલોજીના સહારે સુરત પોલીસ કાર્ડ સ્વાઇપ કરીને દંડ ભરપાઇ કરાવી શકશે
  • ટ્રાફિકના દંડની કેવી જોગવાઈ તેના માટે કાર્ડ છપાવવામાં આવ્યા

WatchGujarat. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજે શહેરીજનો માટે ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ દંડની જોગવાઈ કેટલી છે તેની માહિતી આપતા કાર્ડ વહેંચવામાં આવ્યા હતા. મહત્વની વાત તો એ પણ છે કે જો હવે સુરતીઓ ટ્રાફિકના નિયમનો ભંગ કરશે તો દંડ ઉઘરાવવા માટે ટ્રાફિક જવાનો સ્વાઈપ મશીન લઈને ઉભેલી દેખાશે.

ડિજિટલ રીતે દંડ ઊઘરાવશે સુરત પોલીસ

અત્યાર સુધી સુરત શહેર ટ્રાફિક પોલીસ મેન્યુઅલી એટલે કે હાથેથી રસીદ ફાડીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકોને મેમો આપતી નજરે પડતી હતી. પણ હવે સુરત ટ્રાફિક જવાનો ચાર રસ્તા પર સ્વાઈપ મશીન લઈને ઉભેલા દેખાશે. આ માટે ટ્રાફિક પોલીસને 50 જેટલા સ્વાઈપ કાર્ડ મશીન ફાળવવામાં આવ્યા છે.

આમ, હવે ટ્રાફિક પોલીસ ડિજિટલ બની કેશલેસ દંડ ઊઘરાવતી નજરે ચડશે. તો બીજી તરફ ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ કેટલો દંડ થાય છે તેની જાણકારી હજી લોકો સુધી નથી. ત્યારે લોકો આ બાબતથી માહિતગાર થાય તે માટે આજે અઠવાલાઇન્સ પોલીસ કમિશનર કચેરી બહાર સુરત પોલીસ કમિશનર અજય તોમર અને બીજા ઉચ્ચ અધિકાઈરો ની હાજરી માં સ્પાઇસ મશીન દ્વારા પહેલા વાહનચાલકોને દંડની માહિતી આપતા કાર્ડ પણ વહેંચવામાં આવ્યા હતા.

દંડની કેવી જોગવાઈ તેના માટે કાર્ડ છપાયા

પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર કયા નિયમના ભંગ બદલ કેટલા દંડની રકમની જોગવાઈ છે તેની માહિતી આપતા આવા 5 લાખ કાર્ડ છાપવામાં આવ્યા છે. જેથી લોકોમાં જાગૃતિ આવે અને હવે સુરત પોલીસ ડિજિટલ બની છે અને હવે કેશલેસ દંડ ઉઘરાવતી નજરે ચઢશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud