WatchGujarat. ભારતમાં ચુંટણીના પરિણામો બાદ જીત મેળવનાર ઉમેદવારો બાદ સૌથી વધુ કોઇ ચર્ચામાં રહેતું હોયતો તે ઇવીએમ મશીન છે. હારેલી પાર્ટીના ઉમેદવારો દ્વારા દોષનો ટોપલો ઇવીએમ પર ફોડવામાં આવતો હોય છે. જો કે રાજ્યમાં હાલ ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં પ્રસાર સામગ્રીની જગ્યાએ ડમી EVM મશીન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ચુંટણી આવે એટલે બજારમાં વિવિધ સાહિત્યનું વેચાણ શરુ થઇ જતું હોય છે. પરંતુ ડીજીટલ યુગમાં હવે ચુંટણી પ્રચાર પણ ડીજીટલ થઇ રહ્યું છે. સુરતમાં આ વખતે ચુંટણી પ્રચારનો અલગ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ડમી ઈવીએમ મશીનની આ વખતે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રાજકીય પાર્ટીઓ દ્વારા માત્ર માસ્ક, ઝંડા, સાડી, ટીશર્ટ વગેરેની જ ડિમાન્ડ છે. જ્યારે દર વખતે વેચાતા સાહિત્યનું સ્વરૂપ ડિજિટલે લઈ લીધું હોવાનું પણ સામે આવી રહ્યું છે. ચૂંટણી સાહિત્ય તૈયાર કરતાં વેપારીએ કહ્યું કે, આ વખતે માત્ર મફલર, ઝંડા, ટોપી અને ટીશર્ટની જ ડિમાન્ડ છે.
સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીનો હાલ ગુજરાતમાં રંગ જામ્યો છે. દરેક રાજ્કીય પાર્ટીના કાર્યકરો, નેતાઓ, અને ઉમેદવારો ચુંટણી પ્રચારમાં જોતરાયા છે. દર વખતે ચુંટણીમાં રાજકીયપાર્ટીના સાહિત્યની ખુબ જ રહેતી હોય છે. અને ચુંટણી પ્રચારનો પણ એક અલગ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. બદલતા આધુનીક યુગ સાથે હવે ચુંટણી પ્રચાર પણ આધુનિક રીતે થઇ રહ્યો છે. પ્રસારના ચૂંટણી સાહિત્ય બનાવતા વેપારીને દિલ્લી સહિત અલગ અલગ રાજ્યોમાંથી વર્ષ દરમ્યાન ઓર્ડરો મળતા હોય છે. સામાન્ય રીતે ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાં અલગ અલગ રાજ્યના વેપારીઓ દ્વારા સુરતના વેપારીને ઓર્ડરો આપવામાં આવે છે.
પરંતુ વર્તમાન સ્થિતિમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ, ઉમેદવારોએ ફોર્મ ભર્યા અને પ્રચાર પણ શરૂ થયો હોવા છતાં કોઈ ચોક્કસ ઓર્ડરો જથ્થાબંધ પ્રમાણમાં મળ્યા નથી.માત્ર ગણ્યા ગાંઠ્યા જ ઓર્ડર આવી રહ્યા છે. સાહિત્યના વેપારી પ્રતિક ગોયેલએ જણાવ્યું હતું કે આ વખતે ચુંટણી પ્રચાર માટે લેડીઝના પર્સ, બકલ, ફાઈલ, પાઉચ, સહીતના સાહિત્ય બજારમાં આવ્યા છે. જેની ડીમાંડ રહેલી છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી મોદી સહિતની પાર્ટીના માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે.જ્યારે મોબાઈલ પોકેટ,ખેંસ,ટી શર્ટ, ઝંડા સહિતના સાહિત્ય હાલ તૈયાર કરવામાં આવ્યા છે, જેની થોડી ડિમાન્ડ છે. પરંતુ અગાઉના સમય જેટલી માંગ હાલમાં દેખાતી નથી.