• કોરોનાનો કહેર વધતા રાજ્યભરમાં જીવન રક્ષક રેમડેસિવિર ઇન્જેક્શન, ઓક્સિજન, અને હોસ્પિટલના બેડની અછત સર્જાઇ
  • ભાજપા કાર્યાલય ખાતેથી લોકોને મફતમાં વહેંચ્યા હતા. જો કે, ત્યાર બાદ પણ રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે લોકોની માથાકુટ યથાવત
  • ગત રાત્રે આશરે અઢી વાગ્યે રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે લોકો રાતથી જ હોસ્પિટલની બહાર પાથરણું પાથરીને સુઇ રહેલા જોવા મળ્યા

WatchGujarat. સુરત સહિત રાજ્યના તમામ શહેરોમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે વકરી રહી છે. કોરોનાની સ્થિતી સાથે રેમડેસિવિર ઇન્જેક્શન, ઓક્સિજન અને બેડની સુવિધાની અછત પણ સામે આવી રહી છે. હાલની સ્થિતીતો એવી છે કે, સિવિલ હોસ્પિટલમાંથી મળતા રેમડેસિવિર ઇન્જેકશન મેળવવા માટે લોકો રાત્રે રસ્તા પર જ પાથરણું પાથરીને સુઇ જાય છે.

કોરોનાનો કહેર વધતા રાજ્યભરમાં જીવન રક્ષક રેમડેસિવિર ઇન્જેક્શન, ઓક્સિજન, અને હોસ્પિટલના બેડની અછત સર્જાઇ રહી છે. સુરતમાં એક તબક્કે ભારે અછત સર્જાતા ભાજપા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે 5 હજાર ઇન્જેક્શનની વ્યવસ્થા કરી હતી. અને ભાજપા કાર્યાલય ખાતેથી લોકોને મફતમાં વહેંચ્યા હતા. જો કે, ત્યાર બાદ પણ રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે લોકોની માથાકુટ યથાવત છે. તાજેતરમાં સુરત સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન લેવા માટે રાતથી કતારમાં ઉભેલા લોકોને ના પાડી ડેવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું. લોકોએ સિવિલ હોસ્પિટલ પરિસરમાં જ હોબાળો મચાવ્યો હતો. અને ધરણા પર બેઠા હતા. જો કે, પોલીસે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો.

ગત રાત્રે આશરે અઢી વાગ્યે watchgujarat.com ના રિપોર્ટર સ્થિતીનો તાગ મેળવવા માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે હાજર હતા. ત્યારે તેમના ધ્યાને વાત આવી કે, રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે લોકો રાતથી જ હોસ્પિટલની બહાર પાથરણું પાથરીને સુઇ રહ્યા છે. એટલું જ નહિ નીચે જગ્યા ન મળે અથવાતો અનુકુળ ન હોય તો લોકો પોતાના વાહન પર જ સુઇને રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટેની કતારમાં જોડાયેલા રહે છે. રાજ્યમાં કોરોનાની કટોકટીના કારણે હવે સરકારો યુદ્ધના ધોરણે બધી વ્યવસ્થા તૈયાર કરી રહી હોવાનું જણાવી રહી છે. પરંતુ હકીકતે તમામ પ્રયાસો ક્યારે પણ છેવાડાના માનવી સુધી પહોંચતા નથી. છેવાડાના માનવીએ પોતાની જરૂરીયાતની વસ્તુ મેળવવા માટે સંધર્ષ કરવો જ પડે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની સ્થિતી ક્યારે સુધરશે તે અંગે કોઇ કંઇ કહી શકે તેમ નથી. પરંતુ કોરોનાને અટકાવવાના પ્રયાસોનું પાલન કરવું આપણા હાથમાં છે. અને જો આપણે સ્વયંભુ રીતે માસ્ક પહેરીયે, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરીએ, કોવિડ ગાઇડલાઇનને અનુસરીએ તથા સરકાર દ્વારા નિયત કરાયેલા ઉંમરના લોકોને વેક્સીન માટે પ્રેરીત કરીએ તો સ્થિતી પર કાબુ મેળવી શકાશે. લોકોએ સરકારના પ્રયાસોને મજબુત બનાવવા માટે સ્વયંભુ આગળ આવવું પડશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud