• ઇન્જેક્શનની કાળાબજારી બાદ સિવિલ હોસ્પિટલમાંથી રેમડેસીવીર વેચવાનું નક્કી કરવામાં આવ્યું
  • ગત મોડી રાતથી લાઇનમાં ઉભેલા લોકોને ઇન્જેક્શનનો જથ્થો નહિ હોવાનું જણાવી ના પાડી દેવામાં આવી
  • રોષે ભરાયેલ લોકોએ ન્યુ સિવિલ હોસ્પિટલ ખાતે ધરણા ધરતા પોલીસે દરમિયાનગીરી કરવી પડી

Watchgujarat. રાજ્યમાં કોરોના કહેર મચાવી રહ્યો છે. તેવા સમયે કોરોનાના દર્દીઓની સારવારમાં જીવન રક્ષક ગણાતી રેમડેસીવીર ઇન્જેક્શનની માંગમાં ભારે ઉછાળો આવ્યો છે. ગત રાત્રીએથી ન્યુ સિવિલ હોસ્પિટલ ખાતે રેમડેસીવીર ઇન્જેક્શન માટે લાઇનમાં ઉભા રહેલા લોકોને આજે બપોરે જથ્થો નહિ હોવાનું કારણ આગળ ધરીને ના પાડી દેવામાં આવી હતી. જેથી લોકો રોષે ભરાયા હતા. અને ઇન્જેક્શન નહિ મળવાવો વિરોધ ભર બપોરે હોસ્પિટલ બહાર ઘરણા પર બેસીને વ્યક્ત કર્યો હતો.

કોરોનાની સ્થિતી રાજ્યમાં દિવસેને દિવસે વિકટ થઇ રહી છે. કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થવાને કારણે જીવન રક્ષક ગણાતી રેમડેસીવીર ઇન્જેક્શની માંગમાં ભારે ઉછાળો આવ્યો હતો. પરંતુ તેની માંગ સાથે અછત હોવાને કારણે તેની કાળાબજારી કરવામાં આવતી હોવાની બુમો ઉઠી હતી. ત્યાર બાદ સુરત શહેરમાં સિવિલ હોસ્પિટલમાં જ જરૂરીયાતમંદ લોકોને રેમડેસીવીર ઇન્જેક્શન આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. છેલ્લા કેટલાય દિવસોથી લાંબી કતારોમાં લાગીને લોકો જરૂરી રેમડેસીવીર ઇન્જેક્શન લઇ રહ્યા છે.

શુક્રવારે મળસ્કેથી રેમડેસીવીર ઇન્જેક્શ લેવા માટે ન્યુ સિવિલ હોસ્પિટલમાં કતારમાં લાગ્યા હતા. જો કે બપોર થતા રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો ખુટી પડવાને કારણે લોકોને ના પાડી દેવામાં આવી હતી. જેને લઇને લોકો રોષે ભરાયા હતા. અને હોસ્પિટલ પરિસરમાં જ ધરણા પર બેસીને વિરોધ દર્શાવ્યો હતો. રેમડેસીવીર ઇન્જેક્શ લેવા માટે આવેલા લોકો ઘરણા પર બેસતા પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી. અને લોકોને ઘરે મોકલી આપ્યા હતા

નીતિન પાટીલ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે રાત્રીના ૨ વાગ્યાથી તેઓ લાઈનમાં ઉભા હતા. તેઓનો ટોકન નબર 309 નંબર હતો. હોસ્પિટલમાં ઇન્જેક્શન 2,500 આવ્યા હતા. 1,700 ઇન્જેક્શન પ્રાઈવેટ હોસ્પિટલને આપ્યા છે. જયારે બાકીના ઇન્જેક્શન અમને આપવામાં આવ્યા નથી. અમે અંદર રજુઆતો કરી તો અમારી સાથે ઉદ્ધતાઈભર્યું કર્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud