• એક તરફ લોકોને રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવામાં અનેક મુશ્કેલીઓ પડી રહી છે, જો બીજી તરફ ઓનલાઇન વેચાણ માટે મુકાયા
  • રેમડેસીવીર ઇન્જેક્શનનું ભાજપ કાર્યાલય ખાતે વેચાણ થતા રાજ્યમાં રાજકીય ગરમાવો આવ્યો હતો
  • OLX પર ઇન્જેક્શન વેચાતા હોવાની ઘટના સામે આવતા Watchgujarat.com દ્વારા ઇન્વેસ્ટીગેશન શરૂ કરાયું
  • તંત્રએ લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવનારા તત્વો સામે કડક પગલા લેવા જોઇએ

 

WatchGujarat. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અને હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. આ ઉપરાંત કોરોનાની સારવારમાં જરૂરી એવા રેમડેસીવીર ઇન્જેક્શન માટે સિવિલ હોસ્પિટલ બહાર લોકોની વહેલી સવારથી લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ બધા વચ્ચે રેમડેસીવીર ઇન્જેક્શન OLX સાઈટ પર ઓનલાઈન વેચાતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. Watchgujarat.com દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે ઓનલાઈન સાઈટ પર સુરતના બે લોકોએ આ ઇન્જેક્શન મેળવવા માટે પોસ્ટ કરી હતી. આ પોસ્ટ મુકનાર વ્યક્તિનો સંપર્ક કરતા 2 કલાક બાદ પણ કોઈ રિપ્લાય મળ્યો ન હતો

સુરત સહિત રાજ્યમાં કોરોના વધતાના રેમડેસીવીર ઇન્જેક્શની માંગ ખૂબ જ ઉઠી છે. આ ઇન્જેક્શન મેળવવા માટે લોકો હોસ્પિટલ બહાર 5 વાગ્યાથી લાઈનમાં ઉભા રહે છે. તો બીજી તરફ તાજેતરમાં ભાજપ કાર્યાલયમાંથી આ ઇન્જેક્શનની વહેંચણી થતા રાજ્યનું રાજકારણ પણ જોરશોરથી ગરમાયુ છે. પરંતુ આ બધા વચ્ચે રેમડેસીવીર ઇન્જેક્શનની ઓનલાઇન કાળા બજારી થતી હોય તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રેમડેસીવીર ઇન્જેક્શનને ઓનલાઇન ખરીદ – વેચાણ કરવા માટેના OLX પોર્ટલ પર વેચવા માટે મુકવામાં આવ્યા છે. જો કે, Watchgujarat.com દ્વારા ઇન્જેક્શન વેચવા માટે મુકેલા વ્યક્તિનો સંપર્ક કરાતા કોઇ જવાબ મળ્યો ન હતો.

OLX  સાઈટ પર ઇંજેક્શન વેચાતા હોવાનો દાવો

Watchgujarat.comની ટીમ રેમડેસીવીર ઇન્જેક્શનની લઈને થતી કાળા બજારીની તપાસમાં લાગી હતી. પરંતુ જે મામલો સામે આવ્યો છે તે જાણીને અમે પણ ચોંકી ઉઠ્યા છે. સુરતમાં એક તરફ ઇન્જેક્શન મેળવવા લોકો કતારોમાં ઉભા રહે છે અને ઇંજેક્શન સિવિલ હોસ્પિટલ સિવાય બીજો કશે નથી મળી રહ્યું તે ઇન્જેક્શન OLX સાઈટ પર ઓનલાઈન વેચાણ અર્થે મુકવામાં આવ્યું હતું. Watchgujarat.comની ટીમે તપાસ કરી તો સુરતના બે વિસ્તારોમાં બે અલગ અલગ લોકોએ આ ઇન્જેક્શનના વેચાણ અર્થે પોસ્ટ મૂકી હતી

5 હજારમાં ઇન્જેક્શન વેચાતું હોવાની પોસ્ટ મૂકી

સુરતમાં બે લોકોએ ઇન્જેક્શન વેચાતું હોવાની પોસ્ટ મૂકી હતી. ત્યારે Watchgujarat.comની ટીમ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી. જેમાં રાહુલ નામના આઈ ડી પરથી અડાજણ ખાતે આ ઇંજેક્શન 5 હજાર રૂપિયામાં વહેચાતા હોવાની પોસ્ટ મૂકી હતી. તો બીજી તરફ અંબા નગર ખાતે આ ઇંજેક્શન વેચાણ માટે મુકવામાં આવ્યું હતું. અડાજણના યુવકે 100ml ઇંજેક્શનના 5 હજાર રૂપિયા ભાવ સાથે આ પોસ્ટ મુકવામાં આવી હતી

અમારી ટીમે સંપર્ક કર્યો પણ કોઈ જવાબ મળ્યો નથી

જે ઇન્જેક્શન સુરતમાં ક્યાંય મળતા નથી તે ઇંજેક્શન ઓનલાઈન સાઈટ પર કેવી રીતે વેચાઇ રહ્યા છે. અને 5 હજાર રૂપિયા કેવી રીતે વસુલવામાં આવી  રહ્યા છે તે અંગે પણ તપાસ કરી હતી. ઇન્જેક્શન વેચનારા આઈડીમાં કોઈ સંપર્ક નંબર આપવામાં આવ્યો ન હતો. જેથી અમે પર્સનલ મેસેજ કરી ઇંજેક્શન મેળવવાની વાત કરી હતી. પરંતુ લગભગ 2 કલાક વીત્યા બાદ પણ આ મામલે કોઈ રિપ્લાય મળ્યો ન હતો

કોઈ ઇસમે મસ્તી કરવા માટે પણ પોસ્ટ મૂકી હોય શકે ?

બે કલાક વીત્યા છતાં અમને આ ઇન્જેક્શન મેળવવું હોય તો ક્યાંથી મળે, કેટલા રૂપિયા થાય તે અંગે કોઈ જ જવાબ મળ્યો ન હતો. ત્યારે શું આ ઇસમે પોસ્ટ મજાક માટે મૂકી હોય શકે તે પણ સવાલ ઉઠી રહ્યો છે. એક તબક્કે માની લઈએ કે, આ પોસ્ટ મજાક માટે મૂકી હોય શકે. પરંતુ વ્યક્તિના પરિવારજન જીવન મરણ વચ્ચે ઝોલા ખાતું હોય ત્યારે આ પ્રકારની પોસ્ટથી લોકોનો સમય પણ બગડે છે. અને વ્યક્તિના જીવન સામે પણ સવાલો ઉભા થાય છે. ત્યારે આ પોસ્ટ મામલે શું તપાસ થશે કે કેમ તે એક મોટો સવાલ છે

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw
શું પોલીસ આ મામલે કરશે કોઇ કાર્યવાહી ?

સુરતમાં સાયબર ક્રાઇમ દ્વારા સોશ્યલ મીડિયા પર લોકડાઉન અંગે અફવા ફેલાવતી પોસ્ટ અંગે પોસ્ટ મુકનાર વ્યક્તિની ધરપકડ કરી હતી ત્યારે સુરત પોલીસ દ્વારા પણ આ પોસ્ટ મામલે તપાસ કરવામાં આવે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો હકકિત બહાર આવી શકે તેમ છે. અને જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ પણ બહાર આવે તેવી શકયતાને પણ નકારી શકાય તેમ નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud