• મોરબી ખાતે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીના મામલાનું પગેરૂ સુરત નકલી રેમડેસિવિલ ઇન્જેક્શન બનાવતી સુધી પહોંચ્યું
  • મામલીની તપાસ દરમિયાન સુરતમાંથી વધુ એક નકલી ઇન્જેક્શનની કાળાબજારી કરતા શખ્સની ધરપકડ કરવામાં આવી
  • જરૂરીયાતમંદ કોરોના પોઝીટીવ દર્દીઓના જીવને જોખમમાં મુકવાનો અતિ ગંભીર પ્રયાસ

WatchGujarat. સુરત ક્રાઈમ બ્રાન્ચે ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેક્શન બ્લેકમાં વહેચતા એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 8 નંગ ડુપ્લીકેટ ઇન્જેક્શન કબજે કર્યા છે. તેમજ આરોપીઓ અગાઉ 126 જેટલા ઇન્જેક્શનનું વેચાણ કરી દીધું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જેથી ઇન્જેક્શન કોને કોને વહેચ્યા અને દર્દીની સ્થિતિ શું છે તે સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે

મોરબી ખાતેથી ડુપ્લીકેટ ઇન્જેક્શન ઝડપાયા હતા. અને આ સમગ્ર મામલે તપાસનો રેલો સુરતના ઓલપાડ સુધી લાંબાયો હતો. અને ઓલપાડમાંથી તો પૂરી ફેક્ટરી ઝડપાઈ હતી. આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ઓલપાડમાંથી ઝડપાયેલા આરોપીઓએ સુરતમાં પણ કેટલાક લોકોને ઇન્જેક્શન વહેચ્યા છે. જેથી આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. અને બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે અડાજણ ખાતે આવેલી સીએમ રેસીડેન્સીમાં રહેતા જયદેવ સિહ વેલુભા ઝાલા નામના ઈસમને ઝડપી પાડ્યો હતો.ઝડપાયેલો આરોપી ગોલ્ડ લે વેચાણની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. પોલીસે તેના ઘરમાં તપાસ કરી ડુપ્લીકેટ રેમડેસીવીર 8 નંગ ઇન્જેક્શન અને મોબાઈલ ફોન મળી કુલ 48 હજારની મત્તા કબજે કરી હતી.

134 પૈકી 126 જેટલા ડુપ્લીકેટ ઇન્જેક્શનનું વેચાણ કરી દીધું હતું

પોલીસે ઝડપાયેલા જયદેવસિહ ઝાલાની કડક પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે અગાઉ ઓલપાડ ખાતેથી પકડાયેલા અને અડાજણ એલ.પી.સવાણી રોડ ખાતે રહેતા તેના મિત્ર કૌશલ વોરા પાસેથી 134 ઇન્જેક્શન ખરીદ્યા હતા અને તેમાંથી પીઝીટીવ દર્દીઓ અને તેના સગા સબંધીઓનો સંપર્ક કરી 134 પૈકી 126 જેટલા ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેક્શનનું વેચાણ કરી દીધું હતું.

આરોપીના 10 દિવસના રિમાન્ડ મેળવ્યા

પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યો હતો. અને બાદમાં તેના 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે .આ રિમાન્ડ દરમ્યાન તેણે કોને કોને ઇન્જેક્શન વહેચ્યા છે અને હાલમાં ઇન્જેક્શન અપાયેલા દર્દીની સ્થિતિ શું છે તેની માહિતી મેળવવામાં આવશે. અને આ મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. તેમજ આગામી સમયમાં આ મામલે ચોકાવનારી વિગતો પણ બહાર આવે તેવી શક્યતા રહેલી છે.

માત્ર એક ગુનો જ નથી આ વ્યક્તિના જીવન સાથે ગંભીર ચેડા છે : સીપી

સુરત પોલીસ કમિશ્નર જણાવ્યું હતું કે આ માત્ર એક ગુનો જ નથી આ વ્યક્તિના જીવન સાથે ગંભીર ચેડા છે. કોઈ પણ પરિસ્થતિમાં આ ચલાવી લેવામાં આવશે નહિ. આ મામલે આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને આ ગુનામાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવશે અને એક પણ વ્યક્તિને છોડવામાં નહી આવે.

3,500 માં ખરીદતો હતો અને 4,500 માં વેચતો હતો

સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, ઝડપાયેલો આરોપી જયદેવસિહ ઝાલા તેના મિત્ર કૌશલ વોરા પાસેથી 3,500 રૂપિયામાં ઇન્જેક્શન ખરીદતો હતો અને બાદ જયદેવ સિંહ ઝાલા દર્દીઓ અને તેના સગા સબંધીઓનો સંપર્ક કરી એક ઇન્જેક્શનના 4,500 રૂપિયા વસૂલતો હતો. આમ તે એક ઇન્જેક્શન પર 1 હજાર રૂપિયા વધુ વસૂલતો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud