• કોરોના કેસો વધતા રાજ્યના પ્રમુખ શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે
  • રાત્રી કર્ફ્યુમાં માસ્ક વગર નિકળેલા કિન્નરોને પાછા જવા કહેતા મામલો બિચક્યો
  • આખરે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને ફરિયાદ નોંધવામાં આવી


WatchGujarat. રાત્રી કર્ફ્યુમાં નીકળેલા કિન્નરોને પરત જવા અને માસ્ક પહેરવાનું કહેતા કતારગામ ચેકપોસ્ટ પર હોબાળો મચાવ્યો હતો. પોલીસ સાથે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા બાદ કિન્નરોએ નગ્ન થઇને હાથાપાઈ કરી હતી. આ બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને મામલો થાળે પડવાની સાથે કતારગામ પોલીસે ચાર જેટલા કિન્નરો સાથે મારામારીની ફરિયાદ નોંધી છે.

સુરતમાં કોરોનાના કારણે રાતે 9 થી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કફર્યુ અમલમાં છે. ત્યારે સુરતના કતારગામ ચેકપોસ્ટ પાસે પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં હતો દરમિયાન કેટલાક કિન્નરો ત્યાં આવી પહોચ્યા હતા. અને તેઓએ માસ્ક પણ પહેર્યા ન હતા. જેથી ત્યાં હાજર પોલીસકર્મિઓએ તમામને માસ્ક પહેરવા અને પરત જવા કહ્યું હતું. જેને લઈને કિન્નરો અને પોલીસકર્મીઓ વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી. જેમાં ઝપાઝપી બાદ કિન્નરો નિવસ્ત્ર થઇ ગયા હતા. અને હોબાળો મચાવ્યો હતો. અને પોલીસ કર્મિઓને બેફામ ગાળો પણ આપી હતી.

કતારગામ ચેકપોસ્ટ પર આખરે મોડી રાત સુધી ચાલેલા આ હંગામાના કારણે પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. તમામ કિન્નરોને કતારગામ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાલ કતારગામ પોલીસે ચાર જેટલા કિન્નરો સાથે મારામારીની ફરિયાદ નોંધી છે. સમગ્ર ઘટનાક્રમ બાદ બીજા દિવસે વિડીયો સામે આવ્યા હતા.

નગ્ન થઇને હોબાળો મચાવ્યો : ગાળાગાળી પણ કરી

કિન્નરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. અને કિન્નરો નગ્ન થઈને ગાળાગાળી પણ કરી હતી. જેથી પોલિસના ઉચ્ચ અધિકારીઓએ આ ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં કિન્નર સમાજનો એક વર્ગ સતત માનવતાનું અને સમાજલક્ષી કામ કરી રહ્યો છે. જેને લઈને તેઓએ અનોખું સન્માન પણ ધરાવે છે. પરંતુ આ ઘટનાને લઈને અમુક કિન્નરોને લઈને કિન્નર સમાજની છબી ખરડાઈ છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud