• સુરતના સ્મશાનગૃહોમાં ચિતાના અભાવે મૃતદેહોને પતરાના શેડમાં મુકવા પડ્યા હતા
  • સ્મશાનગૃહોની સ્થિતી જોઇને શહેરમાં કોરોના કાળમાં સર્જાયેલી કટોકટીનો અંદાજો લગાડી શકાય તેમ છે
  • છેલ્લા 24 કલાકમાં દર 36 સેકન્ડમાં એક કેસ કોરોના પોઝિટિવ નોંધાયો

WatchGujarat. સુરત સહિત રાજ્યના તમામ શહેરોમાં કોરોનાની સુનામી યથાવત છે. સરકારી તંત્ર દ્વારા લેવામાં તમામ પગલા સામે પણ કોરોનાનું જોર ધીમુ પડવાનું નામ નથી લેતું. એક તરફ કોરોના પોઝીટીવ દર્દીની સંખ્યામાં તો બીજી તરફ મૃત્યુ પામનારાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. સુરત શહેરમાં સ્થિતી એ હદે ખરાબ થઇ છે કે, હવે સ્કુલ વાન અને 108 એમ્બ્યુલન્સ શબવાહિની તરીકેનું કામ કરતા જોવા મળી રહી છે.

સુરત શહેરમાં કોરોનાની સ્થિતી કેટલી ગંભીર છે તે સમજવા માટે અનેક ઘટના અગાઉ સામે આવી હતી. સુરતના સ્મશાનગૃહોમાં ચિતાના અભાવે મૃતદેહોને પતરાના શેડમાં મુકવા પડ્યા હતા. તો બીજી એક ઘટનામાં સ્મશાનગૃહમાં ઠાઠડીઓની કતાર લાગી હતી. અને અંતિમ સંસ્કાર માટે તમામને ટોકન આપવામાં આવ્યા હતા. સ્મશાનગૃહોની સ્થિતી જોઇને શહેરમાં કોરોના કાળમાં સર્જાયેલી કટોકટીનો અંદાજો લગાડી શકાય તેમ છે.

તાજેતરમાં સુરત શહેરમાં સ્કુલ વાન અને સેવા નિવૃત્ત કરવામાં આવેલી 108 એમ્બ્યુલન્સમાં મૃતદેહો લઇ જવાની ઘટમા સામે આવી હતી. watchgujarat.com ના રિપોર્ટરે ખાસ બે તસ્વીરો કેમેરામાં લીધી હતી. સુરતના શહેરવાસીઓએ હવે કોવિડ ગાઇડલાઇનનું સ્વયં ચુસ્ત પણે પાલન કરવું પડશે. જો તેમ કરવામાં નહિ આવે તો કદાચ કોરોના બીજો મોકો ન પણ આપે.

સુરત તેમજ જીલ્લામાં કોરોના સંક્રમણની ઝડપ એ હદે વધી છે કે છેલ્લા 24 કલાકમાં દર 36 સેકન્ડમાં એક કેસ કોરોના પોઝિટિવ નોંધાયો હતો. રવિવારે પહેલી વખત શહેરમાં 1929 અને જિલ્લામાં 496 કેસ સાથે કુલ 2425 કોરોના કેસ નોંધાયા હતાં તેમજ 28 લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતાં. જો કે આધારભુત સુત્રોના જણાવ્યા પ્રમાણે સિવિલ હોસ્પિટલમાંથી 56 અને સ્મીમેર હોસ્પિટલમાંથી 26 વ્યક્તિ મળી 82 વ્યક્તિના મૃતદેહોની કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમ વિધી કરવામાં આવી છે. સતત વધી રહેલા પોઝિટિવ કેસને પગલે એક્ટિવ કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 12728 થઈ ગઈ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud