• રક્તદાન કેમ્પ થકી 16 યુનિટ રક્ત એકત્ર કરાયું
  • દર્દીઓને મુશ્કેલી ન સર્જાય એવા હેતુથી સુરતના સિવિલ હોસ્પિટલના સિક્યુરીટી ગાર્ડની ટીમ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
#Surat - રક્તદાન મહાદાનના સુત્રને સાર્થક કરતા સિવિલ હોસ્પિટલના કર્મયોગી સિક્યુરિટી ગાર્ડ
કર્મયોગી

WatchGujarat. કોવિડ-19ની પરિસ્થિતિને કારણે હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સાથે અન્ય બિમારીથી પિડીત દર્દીઓને લોહીની જરૂરિયાત વધી છે તેવા સમયે શહેરમાં રક્તની અછતને પહોંચી વળવા અને રક્તની જરૂરિયાત ધરાવતાં દર્દીઓને મુશ્કેલી ન સર્જાય એવા હેતુથી સુરતના સિવિલ હોસ્પિટલના સિક્યુરીટી ગાર્ડની ટીમ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિક્યુરિટીભાઇઓ તથા બહેનો સહિત 16 લોકોએ સામૂહિક રક્તદાન કરી 16 યુનિટ રક્ત એકત્ર કરી માનવસેવાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું છે.

#Surat - રક્તદાન મહાદાનના સુત્રને સાર્થક કરતા સિવિલ હોસ્પિટલના 'કર્મયોગી' સિક્યુરિટી ગાર્ડ

સિવિલ હોસ્પિટલના ચીફ સિક્યુરિટી ઓફિસર હરેન ગાંધીએ જણાવ્યું કે, લોકો પોતાના જન્મ દિવસે બર્થ ડે કેક કે અન્ય સેલિબ્રેશન કરતા હોય છે ત્યારે આજરોજ મારા જન્મદિનની ઉજવણી યાદગાર રહે તે માટે મારા સાથી કર્મયોગીઓએ રકતદાન કેમ્પ યોજવાનું સુચન કરીને રકત આપવાની તત્પરતા બતાવી હતી જેનાથી આ કેમ્પ શકય બન્યો હતો. વધુમાં કહ્યું કે, કોરોના મહામારી દરમિયાન સુરતમાં વધુમાં વધુ રક્તદાન કેમ્પ થાય તે જરૂરી છે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં શહેરના તમામ લોકોએ આગળ આવીને સેવાની જ્યોતને પ્રજ્વલિત રાખવી જોઈએ. કોરોના સામેની લડાઈની સાથોસાથ શહેરના નાગરિકો પણ વધુમાં વધુ રક્તદાન કરી ‘રક્તદાન મહાદાન’ના પૂણ્યકાર્યમાં સહભાગી બને તેવો અનુરોધ કર્યો હતો.

સિવિલ હોસ્પિટલના બ્લડ બેન્કના હેડ ડો.મયુર ઝરગે જણાવ્યું હતું કે, હાલની કોવિડની પરિસ્થિતિમાં સિવિલ હોસ્પિટલમાં દરરોજ 25 થી 30 યુનિટ બ્લડ માંગ રહે છે. જેની સામે 15 થી 20 યુનિટ બ્લડ ડોનેટ લોકો કરી રહ્યા છે. સિવિલ બ્લડ બેંક પણ રક્તદાનના આ સેવા કાર્યમાં જોડાય છે. જરૂરિયાતમંદ દર્દીઓમાં રક્તની ધારાને વહેતી રાખવા સિવિલના સિક્યુરિટી ગાર્ડભાઇ તથા બહેનોએ રક્તદાન કર્યું છે જે સરાહના હોવાનું તેમણે કહ્યું હતું.

More #કર્મયોગી #Security #guard #civil #hospital #donated #blood #to #ease #situation #Surat news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud