• ભુવો યુવતિનો માનીતો મામા હતો
  • લગ્ન કરવાની વાત કરી યુવતિ પર દુષ્કર્મ આચરી, તેના ભાઇનો મારી નાંખવાની ધમકી આપી

WatchGujarat. સુરતના રાંદેર વિસ્તારમાં એક ભુવાએ યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ યુવતીને અને તેના ભાઈ તથા મારી નાખવાની ધમકીઓ આપી હતી. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા ભુવાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ, દુષ્કર્મ આચરનાર ભુવાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. દરમિયાન ભુવાનો અન્યને ભાંડતો વિડીયો વાઇરલ થયો હતો.

સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી યુવતી તે વિસ્તારમાં રહેતા બિપીન સોંધરવાને ઓળખતી હતી. યુવતીની માતાએ તેને ભાઈ માન્યો હતો. જેથી યુવતી તેને મામા તરીકે બોલાવતી હતી. ઓળખીતા હોવાને કારણે તેના ઘરે અવર જવર રહેતી હતી. બીપીન પોતે ભૂવો હોવાની વાત કરતો હતો. અને યુવતીના પિતા પણ ત્યાં અવર જવર કરતા હતા. 2002માં યુવતીની માતાનું અવસાન થયા બાદ ત્રણેક વર્ષે પિતાએ બીજાં લગ્ન કર્યા હતા. સાવકી માતા સાથે ફાવતું નહીં હોવાથી યુવતી બિપીનભાઈ સાથે રહેવા જતી રહી હતી.

વર્ષ  2018 માં ભૂવાની પત્ની તેને છોડીને જતી રહેતાં બિપીન મે-2019 માં ઉગત આવાસમાં રહેવા આવી ગયો હતો. દરમ્યાન ભુવાએ યુવતીને તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી. અને દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી તેણીને, તેના ભાઈ અને પિતાને મારી નાખવાની વાત કરી ભુવાએ 5 મહિના સુધી યુવતીને ગોંધી રાખી તેનું શોષણ કર્યું હતું.

જો કે આખરે ભુવાએ લગ્ન કરવાને બદલે દાસી તરીકે રાખી થોડાક મહિના બાદ તરછોડી દઇ અન્ય યુવતી સાથે રહેવા લાગ્યો હતો. જેથી યુવતીએ હિમ્મત ભેગી કરી ભુવા સામે રાંદેર પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી

ભૂવાએ આપઘાતનો કર્યો પ્રયાસ

પોતાને મોટો ભૂવો ગણવતા બીપીન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસ તેની ધરપકડ કરે તે પહેલા જ તેણે આ કૃત્ય કર્યું હતું. હાલ તે સારવાર હેઠળ છે. અને સારવાર બાદ પોલીસ તેની ધરપકડ કરી શકે છે. આ ઉપરાંત ભૂવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં લંપટ ભૂવો હોવાનો ઢોંગ કરતો નજરે પડી રહ્યો છે. આ સાથે અન્ય ભૂવાઓને ઠગ કહી રહ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud