• મહામારી સમયે સોશિયલ મિડીયાના માધ્યમથી કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સતત મોનીટરીંગ થઇ રહ્યું છે
  • મુખ્યમંત્રીનો એડિટ કરેલો વિડીયો સામે આવતા ક્લિપ બનાવીને વાયરલ કરનારની શોધખોળ શરૂ કરવામાં આવી
  • ગણતરીના કલાકોમાં શહેરના સીંગણપોર ચાર રસ્તા પરથી આરોપીને ઝડપી પડાયો

Watchgujarat. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વિડીયો એડિટ કરીને સોશિયલ મિડીયામાં વાઇરલ કરનાર સુરતથી ઝડપાયો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીંગણપોર ચાર રસ્તા વિસ્તારમાં રહેતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, મહામારી સમયે સોશિયલ મિડીયાના માધ્યમથી કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર રાજ્યના મુખ્યમંત્રીનો વિડીયો એડિટ કરીને વાઇરલ કરવામાં આવ્યો હતો. એડિટ કરેલા વાયરલ વિડીયોમાં મુખ્યમંત્રીની પદ પ્રતિષ્ઠાને હાની પહોંચે તે રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. 12 એપ્રીલના રોજ વિડીયો શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ સોશિયલ મિડીયા મોનીટરીંગ કરી રહી હતી. દરમિનાય મુખ્યમંત્રીનો એડિટ કરેલો વિડીયો સામે આવ્યો હતો જેને લઇને વિડીયો ક્લિપ બનાવીને તેને વાયરલ કરનારની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

સુરત શહેર DCB શાખાએ ગુનો રજીસ્ટર્ડ કરીને વિડીયો બનાવનારની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ટેકનીકલ વર્કઆઉટ થકી વિડીયો બનાવનાર કિશન અરવિંદભાઇ રૂપાણી (ઉં-28) (રહે-માનસી ફ્લેટ્સ, કોઝવે રોડ, સીંગણપોર ચાર રસ્તા, સુરત) ની ધરપકડ કરી હતી. સોશિયલ મિડીયાનો દુરઉપયોગ કરીને રાજ્યના મુખ્યમંત્રીનો વિડીયો બનાવનારની ગણતરીના કલાકોમાં ધરપકડ કરાતા સાયબર સ્પેસનો દુરઉપયોગ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોશિયલ મિડીયાનો પ્રભાવ વધતા હવે દિવસેને દિવસે લોકો તેનો દુરઉપયોગ કરી રહ્યા છે. પરંતુ કોરોના મહામારી સમયે એડિટીંગ સ્કિલનો દુરઉપયોગ કરીને  કરવામાં આવેલી ટીખળ જોખમી નીવડી શકે છે. લોકોએ કોઇ પણ પ્રકારના મેસેજ ખાતરી કર્યા વગર શેર કરવાથી બચવું જોઇએ. સ્વયંશિસ્તથી સોશિયલ મિડીયામાં ફેક ન્યુઝને પ્રસરતા અટકાવી શકાય છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud