પુત્ર પૈસા ઉછીના લઇને મોજશોખ પાછળ ખર્ચવાની કુટેવ ધરાવતો હતો
ઘરે અવાર નવાર પૈસા માંગવા લોકો આવતા પરિવારજનોને મુશ્કેલી પડતી હતી
પુત્રની કુટેવ નહિ સુધરતા પિતાએ તેને ઘરમાંથી કાઢી મુક્યો
વ્યાજખોરોએ પુત્રના પાપે પિતાને ધમકાવતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
WatchGujarat. સુરતમાં પુત્રએ લીધેલા વ્યાજના રૂપિયાની સજા પિતાને ભોગવવી પડી છે. પુત્ર વ્યાજખોરો પાસેથી રૂપિયા વ્યાજે લઈને મોજશોખ માટે ઉડાવી દેતો હતો. જેથી લોકો તેના ઘરે આવી રૂપિયાની ઉઘરાણી કરતા હતા. જો કે આખરે પુત્રના આ ત્રાસના કારણે કંટાળી તેને ઘરમાંથી કાઢી મુક્યો હતો. પરંતુ વ્યાજખોર લોકો પિતાનું અપહરણ કરી ગયા હતા. અને તેને ઢોર માર માર્યો હતો.
પુત્રના કરતુતોથી ત્રસ્ત પિતાએ તેને ઘરમાંથી કાઢી મુક્યો
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ શાલિગ્રામ સ્ટેટસમાં રહેતા હરજી દેવજીભાઇ બોરડ અમરોલી અંજની આસ્થા ઇન્ડસ્ટ્રિઝમાં વોચમેન તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. હરજીભાઇનો દીકરો કિર્તી લોકો પાસે ઉધાર પૈસા લઈ વાપરી નાખતો હોવાથી લોકો ઘરે ઉઘરાણી કરવા આવતા હતા. પુત્રની વારંવારની કરતુતોથી ત્રસ્ત થઇ 6 માસ પહેલા હરજીભાઇએ દિકરા કિર્તીને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. અને તે પોતાના કહ્યામાં નથી અને તેની સાથે હવે કોઇ સંબંધ ન હોવાની પેપરમાં જાહેરાત પણ આપી હતી.
વ્યાજખોરોને પિતા પાસે ઉઘરાણી શરુ કરી હતી
કિર્તીએ 6 માસ પહેલા અમરોલી સિલ્વર લક્ઝરીયામાં રહેતા જયસુખભાઈ પાસે રૂ. 3 લાખ પોતાના મોજશોખ માટે વ્યાજે લીધા હતા. જો કે, સમય સાર રૂપિયા નહિ ચૂકવતા વ્યાજખોર જયસુખે ઉઘરાણી હરજીભાઇ પાસે શરુ કરી હતી.જો કે, પોતાના પુત્ર સાથે તેને કોઈ સંબંધ નથી અને તેને ઘરની બહાર કાઢી મૂક્યાની જાણ કરવા છત્તા વ્યાજખોર રૂપિયાની ઉઘરાણી માટે હરજી ભાઈને હેરાન કરતા હતા. એક દિવસ તેઓ નોકરી પર હાજર હતા ત્યારે જયસુખ સહિત 4 જણા કાર અને બાઇક પર આવી હરજીભાઇનું અપહરણ કરી ગયા હતા. અને રસ્તામાં હરજીભાઇને મારમારી પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં કાપોદ્રા બંબાગેટ પાસે ઉતારીને નાસી ગયા હતા
પોલીસ ફરિયાદ બાદ બે આરોપી ઝડપાયા
હરજી ભાઈએ તાતકાલિક આ મામલે અમરોલી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસ એક્શનમાં આવી હતી. અને ફરિયાદના આધારે ગુનો દાખલ કરી બે આરોપીને ઝડપી પડી અન્ય આરોપીને પકડી પડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.