• સોમવારે બપોરે કુમાર કાનાણીના સમર્થકે પોતાના ફેસબુક પેજ ઉપર એક વીડિયો મુક્યો હતો
  • મને ઉશ્કેરી હું કોઈક એવી વાત કરી દઉં જે તેઓ રેકોર્ડ કરીને લોકોમાં વાયરલ કરી મારી છબીને બરબાદ કરી શકે – આરોગ્ય મંત્રી કુમાર કાનાણી
  • કોરોના કાળમાં પ્રથમ વખત સરકારના મંત્રી સાથે આ પ્રકારે દુર્વ્યવહાર કરવામાં આવતો હોવાની ઘટના સામે આવી

Watchgujarat. રાજ્યના તમામ શહેરોમાં કોરોનાનો સંક્રમણ સતત પ્રચંડ વેગે વધી રહ્યું છે. હવે લોકો કોરોનાથી બચવાના ઇન્જેક્શન સહિતની અવ્યવસ્થઆનો ભોગ બની રહ્યા છે. તેવા સમયે લોકો આરોગ્યમંત્રીને ફોન કરી બેફામ બોલી હેરાન કરી રહ્યા છે. રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણનો વિડીયો સોશિયલ મિડીયા પર મુકવામાં આવ્યો હતો. વિડીયોમાં તેમણે જણાવ્યું કે,  તેમને સતત ફોન કરીને હેરાન કરવાનો અને ઉશ્કેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ફોન કરનારા લોકો અપશબ્દો બોલીને ઉશ્કેરવા માટેના પ્રયાસ કરે છે.

(Source – https://m.facebook.com/story.php?story_fbid=3988503484575334&id=100002471655474)

આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણી સુરતની વરાછા વિધાનસભાના ધારાસભ્ય છે. સોમવારે બપોરે કુમાર કાનાણીના સમર્થકે પોતાના ફેસબુક પેજ ઉપર એક વીડિયો મુક્યો હતો. આ વીડિયોમાં મંત્રી કુમાર કાનાણીએ આક્ષેપ કર્યો છે કે આમ આદમી પાર્ટી અને કેટલાક તેમના વિરોધીઓ સતત ફોન કરીને હેરાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને ફોન કરનાર અપશબ્દો બોલે છે ગાળાગાળી કરે છે જે પાછળનો ઉદ્દેશ મને ઉશ્કેરવાનો છે.

મંત્રી કાનાણીએ વિડીયોમાં વધુમાં જણાવ્યું કે મને ઉશ્કેરવામાં આવી રહ્યો છે, જેથી કરીને હું કોઈક એવી વાત કરી દઉં જે તેઓ રેકોર્ડ કરીને લોકોમાં વાયરલ કરી મારી છબીને બરબાદ કરી શકે હું કોઈ કામમાં વ્યસ્ત હોવ તો કોઈનો ફોન આવે તો ઉપાડી શકતો નથી. પરંતુ કામ પૂર્ણ થયા બાદ તો સામેથી તેમને કોલ કરું છું.

ફોન કરનાર કામ સિવાયની બીજી બધી વાતો કરે છે મને એમ હોય છે કે હાલ કોરોનાની સ્થિતિમાં દરેક વ્યક્તિને કોઈને કોઈ ઈમરજન્સી કે જરૂરિયાત ઉભી થઇ શકે છે. જેમને ફોન કર્યો હોય અને કોઈ કારણસર તેઓ ફોન ઉપાડી શક્ય ન હોય એવા લોકોની વિડીયોમાં કુમાર કાનાણી માફી માંગતા જોવા મળ્યા હતા.

આમ, સોશિયલ મિડીયાના માધ્યમથી આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના સમર્થકે વિડીયો મુકીને હાલ ચાલતી સ્થિતીની જાણકારી આપી હતી. કોરોના કાળમાં પ્રથમ વખત સરકારના મંત્રી સાથે આ પ્રકારે દુર્વ્યવહાર કરવામાં આવતો હોવાની ઘટના સામે આવી હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud