સ્ટેટ વિજિલન્સના દરોડાના કારણે ડીસીબી, પીસીબીની ટીમ દોડતી થઈ
જુગારધામ ચલાવનાર યોગેશ નામનો ઈસમ ફરાર
WatchGujarat. સુરતમાં રાંદેર પોલીસની નાક નીચે ધમધમી રહેલા જુગારધામ પર સ્ટેટ વિજીલન્સની ટીમે દરોડો પાડ્યો હતો. અને 100 જેટલા જુગરીઓને ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે. સ્ટેટ વિજિલન્સના દરોડાના કારણે ડીસીબી, પીસીબીની ટિમ પણ દોડતી થઈ ગયી છે. તેમજ સ્થાનિક પોલીસની કામગીરીની ધજીયા ઉડી ગયી હતી.
રાંદેર શીતલ ટોકીઝ પાસે ધમધમી રહેલા જુગારધામ પર બપોરે સ્ટેટ વિજીલન્સની ટીમે દરોડો પાડ્યો હતો. સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર જ સ્ટેટ વિજિલન્સ ત્રાટકી હતી. પોલીસને જોઈ જુગરીઓમાં નાસભાગ મચી ગયી હતી. જો કે પોલીસે ઘટના સ્થળેથી 100 જેટલા જુગરીઓને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત 30 જેટલા વાહનો કબ્જે કરાયા છે. આ ઉપરાંત જુગારધામ ચલાવનાર યોગેશ નામનો ઈસમ ફરાર થઈ ગયો હતો.
સ્થાનિક પોલીસ થઈ દોડતી
સ્ટેટ વિજીલન્સની ટીમે દરોડા પાડ્યા હોવાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ, ડીસીબી, પીસીબી, એસ.ઓ.જી. સહિતની ટિમ દોડતી થઈ ગયી હતી. પોલીસની નાક નિચે આટલું મોટું જુગારધામ ધમધમી રહ્યું હતું. તેમ છતાં કોઈને ભનક ન લાગી હતી કે પછી આ બધું પોલીસની રહેમ નજર હેઠળ જ ધમધમી રહ્યું હતું. પરંતુ અહીં એક વાત ચોક્કસ સામે આવી રહી છે કે, પોલીસની કામગીરીના અહીં ધજાગરા ઉડી ગયા છે. આ ઉપરાંત મોટા મોટા ડિટેક્શન આપતી ડીસીબી પોલીસને પણ આ જુગારધામની માહિતી ન હતી તે એક આશ્ચર્યની વાત છે. પરંતુ આ રેડથી તેઓની કામગીરી સામે પણ સવાલ ઉભા થઇ રહયા છે.
અગાઉ આસિફ ગાંડાના જુગારધામ પર પાડ્યા હતા દરોડા
સ્ટેટ્ વિજીલન્સની ટીમે અગાઉ આસિફ ગાંડાના જુગારધામ પર દરોડા પાડ્યા હતા અને ત્યાંથી પણ મસમોટો જુગાર ઝડપાયો હતો. આ ઘટના બાદ પી.આઈ. નો ભોગ લેવાયો હતો. ત્યારે હવે રાંદેર પીઆઈ અને ડીસીબી પીસીબીના અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું.