આપઘાત કરનારા 13 વર્ષીય મીત ને સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી અપલોડ કરવાનો શોખ હતો
મીતે સુસાઇડ કર્યું કે પછી સ્ટંટ કરતા કરતા ગળે ફાંસો લાગી જતા તેનું મોત થયું છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે
મીતે સોશિયલ મીડિયામાં 500 થી પણ વધારે કોમેડી અને એક્શન વિડીયો અપલોડ કર્યા છે – માતા
WatchGujarat. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા માનસરોવર સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ વિરડીયા ના 13 વર્ષીય પુત્ર મિતે સોમવારની સાંજે પોતાના ઘરની ગેલેરીમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરતા પરિવાર પર આભ તૂટી પડયું હતું. ઘટનાની જાણ સરથાના પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પંચનામું કરી મીતની મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
અશ્વિનભાઈના પરિવારમાં તેમની પત્ની અનુસુયા દીકરી હેતુ અને 13 વર્ષીય દીકરો મીત હતો. મીત ના પિતા અશ્વિનભાઈ સુરતના સરથાણા વિસ્તારમાં રહે છે અને પાંડેસરા ખાતે તેમની સાડી પર ડિઝાઇનિંગ નું કામ કરે છે. મીત આઠમા ધોરણમાં ભણતો હતો. અને કોરોના ના કારણે ઘરેથી જ ઓનલાઇન અભ્યાસ કરતો હતો. હાલ ઉનાળાના વેકેશનના કારણે ઓનલાઇન ક્લાસીસ પણ બંધ હતા. મીત સોશિયલ મીડિયા પર વિડિયો બનાવી અપલોડ કરવાનો ખૂબ જ શોખ હતો. મીતની સોશિયલ મીડિયામાં સારી એવી ફેન ફોલોઈંગ હતી. મીતના વિડીયો જોઈને એવુ લાગતું હતું કે જાણે કોઈ પ્રોફેશનલ એક્ટર એક્ટિંગ કરી રહ્યો હોય તેવી એક્ટિંગ કરતો હતો. મીતને એક્ટિંગની સાથે-સાથે એક્શન વિડીયો બનાવવાનો પણ ખૂબ જ શોખ હતો. મીતે સુસાઇડ કર્યું કે પછી સ્ટંટ કરતા કરતા ગળે ફાંસો લાગી જતા તેનું મોત થયું છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
સોમવારની સાંજે 13 વર્ષય મીતે તેના ઘરની ગેલેરીમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મીતને આપઘાત કર્યા બાદ સૌપ્રથમ તેની બહેન હેતુ એ જોયું હતું. મીત ને આ હાલતમાં જોતા તે જોર જોર થી રડવા લાગી હતી. હેતુની રડવાની આવાજ સાંભળી તેની માતા ગેલેરી માં દોડી આવી હતી. મીતને લટકેલી હાલતમાં જોતા માતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. માતા અને દીકરી ની રડવાની આવાજ સાંભળી પાડોશીઓ ભેગા થઇ ગયા હતા. અને મીતના પપ્પાને જાણ કરી હતી. 13 વર્ષીય પુત્ર ના મોત ના લીધે આખું વિરડીયા પરિવાર પર દુઃખનો આભ તૂટી પડયું હતું.
બનાવની જાણ સરથાણા પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. અને દુપટ્ટા સાથે ફાંસો ખાધેલી હાલતમાં મીતની બોડીને નીચે ઉતારવામાં આવી હતી. 13 વર્ષીય કિશોરીના આપઘાતના ઘટનાને જોતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.મીતની માતાએ પોલીસને જણાવ્યું હતું કે, મીતે સોશિયલ મીડિયામાં 500 થી પણ વધારે કોમેડી અને એક્શન વિડીયો અપલોડ કર્યા છે. મિતને એક્ટિંગનો ખૂબ જ શોખ હતો અને તે મોટા ભાગના વિડિયો જે જગ્યાએ સુસાઇડ કર્યું તે ગેલેરીમાં શૂટ કરતો હતો.
પોલીસે મીતના મૃતદેહનું પંચનામુ કરી બોડીને સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલી આપી છે મીતે કયા કારણોસર આ પગલું ભર્યું અથવા વિડીયો બનાવતા બનાવતા ફાશો લાગી જતા તેનું મોત થયું છે તે માટે સરથાણા પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.