સુરતમાં ઠેર ઠેર વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતાઓની ધરપકડ
કોંગ્રેસે ભારત બંધના એલાનને સમર્થન આપતા સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
કોંગ્રેસ કાર્યકરો વિરોધ કરે તે પહેલા જ પોલીસે તેઓની અટકાયત કરી લીધી
દિલ્હી ખાતે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. અને તેઓના આંદોલનનો ૧૩મો દિવસ છે
હીરા બજારમાં ભારત બંધના એલાનની અસર જોવા મળી હતી
WatchGujarat. કૃષિ બીલને લઈને દિલ્હીમાં ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. કૃષિ બીલના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધના એલાનની અસર સુરતમાં નહિવત જોવા મળી હતી. તો બીજી તરફ સુરતમાં ઠેર ઠેર વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. #Surat
કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 13મો દિવસ છે. અને આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ સુરતમાં આ ભારત બંધના એલાનની ખાસ અસર જોવા મળી ન હતી. કોંગ્રેસે ભારત બંધના એલાનને સમર્થન આપતા સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. અને શરૂઆતથી જ પોલીસે તેમની અટકાયત શરૂ કરી દીધી હતી. જુદા જુદા વિસ્તારમાં વહેલી સવારથી જ પોલીસ કોંગ્રેસના કાર્યકરોને ઉચકવા લાગી હતી.
સુરતમાં ભારત બંધને લઈને કોંગ્રેસ દ્વારા વિવિધ જગ્યાઓ પર વિરોધ કરવાનું નક્કી કરાયું હતું. પરંતુ વિરોધ કરે તે પહેલા જ પોલીસે તેઓની અટકાયત કરી લીધી હતી. વરાછા માનગઢ ચોક પાસે કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરવા પહોચ્યા હતા. અને ત્યાં બેનરો અને સુત્રોચાર સાથે વિરોધ કરી રહ્યા હતા. તે વેળાએ ત્યાં હાજર પોલીસ કાફલાએ તેઓની અટકાયત કરી લીધી હતી. કોંગ્રેસના કાર્યકરોએ વિવિધ સુત્રોચાર અને બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. #Surat
સુરતના બોમ્બે માર્કેટ નજીક આવેલી એપીએમસી બહાર સવારથી જ પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યાં સુરત કોંગેસના કાર્યકર્તાઓ અને નેતાઓ વિરોધ કરવા પહોચ્યા હતા. જો કે વિરોધ શરુ કરે તે પહેલા જ પોલીસે તેઓની પણ અટકાયત કરી લીધી હતી. એપીએમસી ખાતે મહિલાઓ પણ વિરોધ કરવા પહોચી હતી. જો કે પોલીસે મહિલાઓની પણ અટકાયત કરી લીધી હતી. કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ વિરોધી સુત્રોચાર સાથે વિરોધ નોધાવ્યો હતો. સુરત વિરોધ પક્ષના નેતાની પણ અટકાયત કરાવામાં આવી છે. પોલીસ એ.પી.એમ સી. ના કાર્યાલય સુધી પહોંચી ગઈ છે. સુરતમાં બંધને લઈ પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો #Surat
સુરતના રીગરોડ ખાતે પણ કોંગ્રસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓ અને યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કોંગ્રેસની મહિલા કાર્યકરો બેનરો સાથે રોડ પર બેસી ગયી હતી. અને રોડ બ્લોક કરી દીધો હતો. અને ભાજપ વિરોધી સુત્રોચાર કર્યા હતા કોંગ્રેસના વિરોધના પગલે થોડીવાર માટે અહી ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે આખરે પોલીસે અહી પણ અટકાયત નો દોર શરુ કર્યો હતો. અને વિરોધ કરી રહેલી મહિલાઓ અને કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.
દિલ્હી ખાતે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. અને તેઓના આંદોલનનો ૧૩મો દિવસ છે. ત્યારે ગુજરાત ખેડૂત સમાજે પણ સમર્થન જાહેર કર્યું છે. અને ભારત બંધના એલાનમાં જોડાવવાની જાહેરાત કરી હતી. ત્યારે પોલીસે વહેલી સવારથી જ ખેડૂત સમાજની ઓફીસ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા લોકોને રાઉન્ડ અપ કરાયા હતા. કોંગ્રેસના પ્રમુખ, બાબુ રાયકા અને નેતાઓને તેમના ઘર નજીકથી જ પોલીસે કોર્ડન કરીને અટકાયત કરી લીધી હતી. સુરત કોંગ્રેસના પ્રમુખે પોલીસની આ કામગીરીને સરમુખત્યારશાહી ગણાવી હતી. કોંગ્રેસ શાંતિપૂર્ણ વિરોધ કરવા જઇ રહી હોવા છતાં પોલીસે કાર્યકરો અને નેતાઓને તેમના ઘર નજીકથી ઉચકી લેતા કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે.
વરાછા મીની બજાર ખાતે આવેલા હીરા બજારમાં ભારત બંધના એલાનની અસર જોવા મળી હતી. જેને લઈને પોલીસે અહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મીની બજારમાં બોર્ડ લગાવી દેવામાં આવ્યું હતું. જેમાં ભારત બંધને સમર્થન આપવામાં આવ્યું હતું. જો કે અહી લોકો વિરોધ કરે તે પહેલા જ પોલીસે કોંગ્રેસના ચાર કાર્યકર્તાઓની અટકાય કરી હતી #Surat
ખેડૂતો દ્વારા અપાયેલા ભારત બંધના એલાનને સુરતમાં શિવસેનાએ પણ સમર્થન આપ્યું હતું. જેમાં ચોકસી બજાર ખાતે શિવસેનાએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં શિવસેનાના કાર્યકરો અને નેતાઓ હાજર રહ્યા હતા. શિવસેનાના નેતાઓએ નરેન્દ્ર મોદી ના ફોટા પર કળશ રાખી સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. જો કે બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી. અને વિરોધ કરી રહેલા તમામ કાર્યકરો અને શિવસેનાના નેતાઓની ધરપકડ કરી લીધી હતી.
More #Farm Bill #Protest #Bharat Bandh #Surat News