સુરતના અડાજણ વિસ્તારમાં ગત 23 ઓગષ્ટે ભરબપોરે એસ.બી.આઇના એટીએમમાં ઘટના બની હતી.
બેન્ક મેનેજરને જાણ થતા અડાજણ પોલીસનો સંપર્ક કરી ફરીયાદ નોંધાવી
અડાજણ પોલીસે સીસીટીવીના આધારે એ.ટી.એમમાં ચોરી કરનાર શખ્સની શોધખોળ હાથ ધરી હતી.
એ.ટી.એમમાં ચોરી કરનાર શખ્સ કોઇ જાણ ભેદુ હોવાની આશંકા
સુરત. સામાન્ય રીતે બેન્ક કર્મચારીઓ અથવા એજન્સીના માણસોને બેન્ક દ્વારા એ.ટી.એમ મશીનમાં રૂપિયા નાખવાની પરવાનગી હોય છે. બેન્ક એ.ટી.એમ મશીનના પાસવર્ડથી લઇને ચાવીઓ પણ બેન્ક કર્મી અને એજન્સીના માણસોને જ આપવામાં આવતી હોય છે. તેવામાં જો કોઇ અજાણી વ્યક્તિ આટલી સહેલાઇથી એ પણ 2થી 3 મિનિટમાં એ.ટી.એમ મશીન કોઇ સાધન વિના ખોલી રૂ. 24.20 લાખ રોકડ રકમ ઉપાડી જાય તે વાત ગળે ઉતરે તેમ નથી. જેથી અડાજણ પોલીસે આ મામલે ચોક્કસ દિશામાં તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા ગેસ સર્કલ નજીકના એસ.બી.આઇ બેન્કના એ.ટી.એમમાં ગત તા. 23 ઓગષ્ટના રોજ ભરબપોરે ચોરીની એક ઘટના બની હતી જેના સીસીટીવી ફુટેજ બહાર આવતા સમગ્ર મામલો હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. જ્યાં બપોરે 2:40 વાગ્યાના આસપાસ એક શખ્સ રેઇનકોટ અને માથે છત્રી મુકીને એ.ટી.એમમાં ઘૂસી છે. એ.ટી.એમ મશીનમાં પાસવર્ડનો ઉપ્યોગ કરી આ શખ્સ રૂ. 24.20 જેટલી રકમ માત્ર બેથી ત્રણ મીનિટમાં ઉપાડી ફરાર થઇ જાય છે.
આ ઘટના બાદ એ.ટી.એમ મશીનમાંથી રૂપિયા નહીં નિકળવાની ફરીયાદ ઉઠે છે. જેથી બ્રાન્ચ મેનેજરને શંકા જતા એ.ટી.એમના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે છે. ત્યારે સમગ્ર ઘટના પરથી પડળો ઉઠતા મામલો અડાજણ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે આ મામલે હાલ અજાણ્યા શખ્સ વિરૂધ ચોરીનો ગુનો નોંધી સીસીટીવીના આધારે તેની શોધખોળ હાથ ધરી છે. બીજી તરફ આટલા ઓછા સમયમાં એ.ટી.એમને નુકશાન પહોંચાડ્યાં વિના રૂ. 24.20 લાખની રકમ ઉપાડી જનાર શખ્સ કોઇ જાણભેદુ જ હોઇ તેવી આશંકા સેવાઇ રહીં છે.
https://youtu.be/AlBAZ9nxCBY
- સુરતના અડાજણ વિસ્તારમાં ગત 23 ઓગષ્ટે ભરબપોરે એસ.બી.આઇના એટીએમમાં ઘટના બની હતી.
- બેન્ક મેનેજરને જાણ થતા અડાજણ પોલીસનો સંપર્ક કરી ફરીયાદ નોંધાવી
- અડાજણ પોલીસે સીસીટીવીના આધારે એ.ટી.એમમાં ચોરી કરનાર શખ્સની શોધખોળ હાથ ધરી હતી.
- એ.ટી.એમમાં ચોરી કરનાર શખ્સ કોઇ જાણ ભેદુ હોવાની આશંકા