ખટોદરા પોલીસ મથકની હદમાં આવતા ન્યુ સીટીલાઈટ વિસ્તારમાં બિલ્ડરની ઓફિસમાં 90 લાખની ચોરી થઈ હતી
બનાવની જગ્યા પાસે ફ્નીર્ચરનું કામ કરતા 6 થી વધુ કારીગરોને પૂછપરછ માટે લઈ ગઈ
અજીત બીન્ડ નામના કારીગરની પોલીસે તેની પૂછપરછ કર્યા બાદ તેને છોડી દીધો, સાંજે તેણે આપઘાત કર્યો
WatchGujarat. સુરતમાં બિલ્ડરની ઓફિસમાંથી 90 લાખની ચોરીની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં પોલીસે ત્યાં કામ કરતા કેટલાક લોકોની પૂછપરછ કરવા લઇ ગયી હતી. જેમાં એક ઇસમેં ત્યાં આવી ફાંસો ખાઈ લીધો હતો. જો કે આ સમગ્ર બનાવ અંગે પરિવારે તેને માર મારી હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કરતા પોલીસ દોડતી થઇ ગયી છે. આ સમગ્ર મામલે મૃતકનું પીએમ કરાવવામાં આવી રહ્યું છે. અને ન્યાય નહી મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર પણ કરી દેવામાં આવ્યો છે
સુરતના ખટોદરા પોલીસ મથકની હદમાં આવતા ન્યુ સીટીલાઈટ વિસ્તારમાં બિલ્ડરની ઓફિસમાં 90 લાખની ચોરી થઈ હતી. આ બનાવને લઈને એક તરફ પોલીસે તપાસ શરુ કરી છે. તો બીજી તરફ આ બનાવમાં ચોકાવનારા આક્ષેપ થયા છે. બનાવની જગ્યા પાસે ફ્નીર્ચરનું કામ કરતા 6 થી વધુ કારીગરોને પૂછપરછ માટે લઈ ગઈ હતી. જેમાં એક અજીત બીન્ડ નામનો કારીગર પણ હતો. પોલીસે તેની પૂછપરછ કરી તેને છોડી દીધો હતો. જો કે સાંજે તેના પરિવારને તેણે આપઘાત કર્યો હોવાની જાણ થઇ હતી. મૃતકનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. જેથી આ મામલે તેના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, તેને માર મારી લટકાવી દેવામાં આવ્યો છે. બીજી તરફ ન્યાય નહી મળશે ત્યાં સુધી તેની લાશને સ્વીકારીશું નહિ. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને સિવિલ હોસ્પિટલમાં બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
પરિવારના આક્ષેપ પગલે મૃતકનું ફોરેન્સિક પીએમ પણ કરાવવામાં આવી રહ્યું છે. પરંતુ પરિવારના ગંભીર આક્ષેપને પગલે ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે બિલ્ડરને ત્યાં ચોરી થવાની ઘટનામાં બે લોકો ચોરી કરતા હોય તેવા સીસીટીવી ફૂટેજમાં કેદ થયા છે. પરંતુ હજુ સુધી પોલીસ આરોપીઓને ઝડપી શકી નથી.