• સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી મોબાઈલ અને ચેઈન સ્નેચિંગની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી હતી
  • ક્રાઈમ બ્રાંચની ટીમે બે રીઢા આરોપીઓને સ્કાયવિલા સોસાયટીમાં રહેતા ઝડપી પાડ્યા
  • ટીમે આરોપીઓ પાસેથી રૂ. 3.86 લાખની કિમતની સોનાની 8 નંગ ચેઈન અને 27 હજારની કિમતની બે બાઈક મળી કુલ રૂ. 4.13 લાખનો મુદામાલ જપ્ત કર્યો

WatchGujarat. સુરતમાં ડીસીબી પોલીસે મહિલાઓને ટાર્ગેટ કરી તેઓના ગળામાંથી ચેઈનની સ્નેચીગ કરતા બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી સોનાની 8 ચેઈન અને બે બાઈક કબજે કરી છે અને સુરતમાં નોંધાયેલા 10 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે ઝડપાયેલા આરોપીઓ અગાઉ મોબાઈલ, ચેઈન સ્નેચીગ અને વાહનચોરીના ગુનામાં ઝડપાઈ ચુક્યા છે.

મહિલાઓને ટાર્ગેટ કરી ચેઈન સ્નેચીગ કરતા બે ઝડપાયા

સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી મોબાઈલ અને ચેઈન સ્નેચિંગની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી હતી. રસ્તે પસાર થતી અને મોર્નિંગ વોક પર નીકળેલી મહિલાઓના ગળામાંથી  ચેઈનની ચીલઝડપ કરી બાઈક સવાર ઈસમો ફરાર થઇ જતા હતા. દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીને ઝડપી પાડ્યા છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે અમરોલી બાપા સીતારામ ચોક પાસેથી ઓલપાડ ખાતે આવેલા સ્કાયવિલા સોસાયટીમાં રહેતા 36 વર્ષીય ધવલ દિનેશ પારેખ અને 34 વર્ષીય શિરીષ ઉર્ફે સોનું પ્રમોદચંદ્ર રાણાને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી રૂ. 3.86 લાખની કિમતની સોનાની 8 નંગ ચેઈન અને 27 હજારની કિમતની બે બાઈક મળી કુલ રૂ. 4.13 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

પાસા થયા બાદ પણ સરળતાથી રૂપિયા કમાવવા ચેઈન સ્નેચીંગ કરતા હતા

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ઝડપાયેલો આરોપી ધવલ દિનેશ પારેખ વર્ષ 2007 થી 2012 સુધીના સમયગાળા દરમ્યાન સુરત શહેર, સુરત ગ્રામ્ય તથા રેલ્વે પોલીસ સ્ટેશનમાં ચેઈન સ્નેચીગ, મોબાઈલ ચોરી, વાહનચોરી તથા લુટ જેવા ગુનાઓ આચરતા પોલીસમાં પકડાયા બાદ રાજકોટ જેલમાં પાસા કાપીને વર્ષ 2013ની સાલમાં જેલમાંથી મુક્ત થયો હતો અને ત્યારબાદ સુરત રેલ્વેમાં મોબાઈલ ચોરીના ગુનાઓ આચરતા તેને 2015 માં પોલીસમાં પકડાઈ જતા ચાર માસ જેટલો સમય જેલમાં રહ્યો હતો. જો કે ફરીથી જેલમાંથી છૂટ્યા બાદ તે ફરીવાર સરળતાથી રૂપિયા મેળવવા સારું સુરત શહેરમાં ચેઈન સ્નેચીગના ગુનાઓ આચરવાનું નક્કી કર્યું હતું. અને પોતાના સાગરિત રીતેશ ઉર્ફે સોનું હરીશભાઈ રાણા કે જે વર્ષ 2006 માં બે વાહનચોરીમાં પણ પકડાઈ ચૂકયો છે તેની સાથે મળી વાહનોની ચોરી કરી તેના ઉપર છેલ્લા 5 માસના સમયગાળામાં સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરતો હતો અને મહિલાઓને ટાર્ગેટ કરી ચેઈન સ્નેચિંગના ગુનાને અંજામ આપતા હતા.

સુરત અને ગ્રામ્ય મળી 10 ગુનાના ભેદ ઉકેલાયા

પોલીસ તપાસમાં સુરતના અડાજણ, કતારગામ, રાંદેર, ખટોદરા, અઠવા, પલસાણા પોલીસ મથકમાં નોંધાયેલા ચેઈન અને વહન ચોરીના ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા. વધુમાં આરોપીઓ બાઈક પર શહેર વિસ્તારમાં ફરી રાહદારી મહિલાઓ થતા સોસાયટીમાં જઈ મહિલાઓને સરનામું પૂછી તેની આડમાં ચેઈન સ્નેચીગ કરી ફરાર થઇ જતા હોવાનું બહાર આવ્યું હતું

આરોપી ધરાવે છે ગુનાહિત ઉતિહાસ

પોલીસે ઝડપી પાડેલો ધવલ દિનેશ પારેખ સુરતના અલગ અલગ પોલીસ મથકમાં લુટનો 1, 4 ચેઈન સ્નેચીગ, 4 વાહનચોરી અને 4 મોબાઈલ ચોરીના ગુનામાં પકડાઈ ચુક્યો છે. આ ઉપરાંત આરોપી શિરીષ ઉર્ફે સોનું અઠવા પોલીસ મથકમાં વાહનચોરીના ગુનામાં પકડાઈ ચુક્યો છે અને વર્ષ 2007 માં પાસા હેઠળ વડોદરાની જેલમાં પણ જઈ ચુક્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud