• ઝેરી કેમિકલ અંકલેશ્વર, વડોદરા, દહેજ સહિતથી ઠાલવવા માટે સુરતમાં આવે છે
  • 3 વર્ષમાં 7 ફરિયાદ મળી છે અને કાર્યવાહી ચાલે છે – જીપીસીબીના અધિકારી પરાગ દવે
  • માલિકે ટેન્કર વેચી દીધું હોવાનું  અને કોને વેચ્યું તે અંગે યાદ નહિ હોવાનું જણાવ્યું છે

WatchGujarat. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ખદબદતા ભ્રષ્ટાચારના કારણે આજે સુરત સચીન જીઆઇડીસીમાં અરેરાટી ભરી ઘટના બની છે. અહીં આ વિસ્તાર આખા રાજ્યમાંથી ઝેરી કેમિકલ ઠાલવવાનું હબ બની ગયું હોવાની વારંવાર સ્થાનિકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે. છતાં આજદિન સુધી કાર્યવાહી કરવામાં આવી નથી.

3 વર્ષમાં ફક્ત 7 ફરિયાદ

અહીં ઠાલવવામાં આવતા કેમિકલ એટલા જ ઝેરી હોય છે કે, તેની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ ખૂબ જ મોટા પ્રમાણમાં ફેલાતું હોય છે. સાથે જ આવી દુર્ઘટનાઓ પણ બને છે. સ્થાનિકોના ગંભીર આક્ષેપો સામે જીપીસીબીના અધિકારી પરાગ દવેએ જણાવ્યું હતું કે તેમને 3 વર્ષમાં 7 ફરિયાદ મળી છે અને કાર્યવાહી ચાલે છે.

દહેજથી લાવવામાં આવ્યું હતું ટેન્કર

ઝેરી કેમિકલ અંકલેશ્વર, વડોદરા, દહેજ સહિતથી ઠાલવવા માટે અહીં આવે છે. જેમાં આજે આવેલું ટેન્કર દહેજથી આવ્યું હોવાનું સામે આવ્યું છે. તંત્રની ઘોર બેદરકારીને કારણે ઝેરી કેમિકલ ઠાલવવાનું કૌભાંડ ચાલતું હોવાનું સામે આવ્યું છે. રોજનાં હજારો ટેન્કર આવતાં હોવાથી પોલીસની પણ ક્ષમતા એટલી ન હોવાનું ખુદ પોલીસ કમિશ્નરે સ્વીકાર્યું છે. તો મામલતદારે પણ વિસ્તાર ખૂબ મોટો હોવાનું કહીને હાથ ઊંચા કર્યા છે.

ટેન્કરના માલિકે ફોન સ્વીચ ઓફ કર્યો

આ ઘટનામાં WatchGujarat.com ની ટીમે ટેન્કર ના માલિક મંજોત સિંઘ બેગલ નો ટેલીફોનીક સંપર્ક સાધ્યો હતો. અને તેમને પૂછ્યું હતું કે ટેન્કર નંબર GJ.6.ZZ.6221 તમારું છે ? તેના જવાબમાં તેમણે કહ્યું હતું હા આ મારુ ટેન્કર છે. અને મેં આ ટેન્કર વેચી દીધું છે. તેમને પછી પૂછવામાં આવતા તમે આ ટેન્કર કોને વેચ્યું છે ? તે વ્યક્તિ નો કોન્ટેક નંબર આપો ? તેના જવાબમાં મંજોત સિંઘ બેગલ જણાવ્યું હતું કે એ મને યાદ નથી કે મેં ટેન્કર કોણે વેચ્યું હતું. આગળ તેમને કોઈ સવાલ પૂછીએ એટલામાં તેમને ફોન કટ કરી દીધો હતો. ફરીથી તેમનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરતા તેમને મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. આરટીઓમાં નોંધાયેલા ટેન્કરનું એડ્રેસ બરોડાનું છે.

કલેકટરે સિવિલમાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી

સુરત જિલ્લા કલેકટર આશિષ ઓકે સુરત સિવિલમાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. અને 7 વ્યક્તિઓ હજી પણ વેન્ટિલેટર પર હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે તપાસ ચાલી રહ્યું હોવાનું તેઓએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud