• ઓનલાઇન માર્કેટીંગની આડમાં અમેરીલ અને ભાવનગરના બે યુવાન મિત્રોએ ચરસ વેંચવાનુ શરૂ કર્યું
  • પહેલુ કનસાઇન્મેન્ટ આવ્યાં બાદ ગ્રાહકોને વેંચી માર્યો બીજુ જથ્થા માટે ગ્રાહકો શોધતા પોલીસ પહોંચી
  • કતારગામ પાસેની એક એપાર્ટમેન્ટમાં ભાડાની દુકાન રાખી બે યુવાનો ચરસ વેચતા હતા.

સુરત. કોરોનાની મહામારી અને લોકડાઉનના સમયમાં અનેક લોકોના ધંધા- રોજગાર છીનવાઇ ગયા હોવાની સેંકળો કિસ્સાઓ સામે આવ્યાં છે. બીજી તરફ એવુ પણ બન્યું છે કે કેટલાકનો ઠપ થયેલો ધંધો ધમધમતા તેઓ લાખો રૂપિયાના માલિક પણ બની ચૂંક્યાં છે. તેવામાં સુરતના કતારગામ વિસ્તારમાં પોલીસે રેઇડ કરી ચરસના વેપલાનો પર્દાફાશ કર્યો છે. પોલીસના હાથે ઝડપાયેલા બે યુવાન મિત્રોએ અનલોક બાદ ભાડે દુકાન રાખી ચરસના સપ્લાયર બની ગયા હોવાનુ સામે આવ્યું છે.

સુરત શહેર છેલ્લા કેટલાક સમયથી નશાનું હબ બની ગયું હોય તેમ લાગે છે, કારણ કે સતત ડ્રગ્સ કે સરચ પકડવાના કિસ્સા વધી રહ્યા છે. જેની પાછળનું કારણ પોલીસ પકડતી ન હતી કે પછી હવે નશાનું પ્રમાણ વધી રહ્યું છે. દરમિયાન કતારગામ પોલીસ મથકના કોન્સ્ટેબલ રવિરાજસિંહ ઘનશ્યામસિંહને મળેલી બાતમીના આધારે કતારગામ પીઆઇ બી.ડી.ગોહિલ અને સ્ટાફે કતારગામ પારસ સોસાયટી વિભાગ 2 વિમલનાથ આર્કેડની એક દુકાનમાં છાપો માર્યો હતો.

પોલીસે દુકાનમાંથી 2,37,900ની કિંમતના 2 કિલો 379 ગ્રામ ચરસના જથ્થા સાથે જીગર મનસુખભાઈ ધોળકીયા અને પાર્થ જયંતીભાઈ તેજાણીને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી ચરસ ઉપરાંત ત્રણ મોબાઈલ ફોન અને ચરસ વેચાણના રોકડા રૂપિયા 19,400 મળી કુલ.2,64,300 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. જોકે મહત્વની બાબત એ છે કે પોલીસે ઝડપી પાડેલા બન્ને યુવાનોની પુછપરછ કરતા ચોંકવનારી વિગતો સામે આવી હતી.

પોલીસે બંનેની પુછપરછ કરતા જીગર ધોળકીયા સિવિલ એન્જીનીયર હોવાનુ તેના મિત્ર પાર્થે પોલીસને જણાવ્યું હતું. અનલોક બાદ બે માસ અગાઉ આ દુકાન ઓનલાઇન માર્કેટીંગના કામ માટે ભાડે લઈ કામ શરૃ કર્યું હતું અને તેની સાથે તેમણે ચરસનો વેપાર પણ શરૃ કર્યો હતો. પહેલી વખત જ મંગાવેલો ચરસનો જથ્થો આવ્યા બાદ કેટલાક ગ્રાહકોને વેચી વધુ ગ્રાહકો તેઓ શોધતા હતા તે પહેલા જ પોલીસ તેમની પાસે પહોંચી ગઈ હતો. જોકે આ બન્ને યુવાનો ચરસનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોણે તેમની પાસેથી ખરીદ્યો તે દિશામાં તપાસ શરૃ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud