• પ્રથમવખત ઓલમ્પિકમાં મહિલા હોકી ટીમ સેમી ફાઈનલ માં પહોચી ઈતિહાસ રચી દીધો
  • ભારતીય મહિલા ટીમે કઠિન મુકાબલામાં શાનદાર પ્રદર્શન કર્યું અને બીજા ક્વાર્ટરમાં 3-2 ની લીડ મેળવી હતી
  • સુરતમાં ડાયમંડ કિંગ સવજીભાઈએ મહત્વની જાહેરાત કરી, મહિલા હોકી ટીમને સુરત બોલાવી તેઓનું સન્માન કરી 2.5 લાખની રાશી ઇનામમાં આપશે
  • અગાઉ સવજીભાઈએ મહિલા હોકી ટીમ વિજેતા થાય તો કાર અથવા ઘરની જાહેરાત કરી હતી

WatchGujarat. સુરતના ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાએ મહિલા હોકી ટીમને લઈને એક મહત્વની જાહેરાત કરી છે. મહિલા હોકી ટીમ ટોકિયોથી પરત ફરશે ત્યારે સુરત બોલાવી તેઓનું સન્માન કરી 2.5 લાખની રાશી ઇનામમાં આપશે. આ અગાઉ સવજીભાઈએ મહિલા હોકી ટીમ વિજેતા થાય તો કાર અથવા ઘરની જાહેરાત કરી હતી.

ટોકિયો ઓલમ્પિકમાં ભારતની જય હો થઇ રહી છે. અને ખાસ કરીને પ્રથમવખત ઓલમ્પિકમાં મહિલા હોકી ટીમ સેમી ફાઈનલ માં પહોચી ઈતિહાસ રચી દીધો હતો. જો કે મહિલા હોકીમાં બ્રોન્ઝ મેડલ મેચમાં ગ્રેટ બ્રિટને ભારતને 4-3 થી હરાવ્યું હતું. ભારતીય મહિલા ટીમે કઠિન મુકાબલામાં શાનદાર પ્રદર્શન કર્યું અને બીજા ક્વાર્ટરમાં 3-2 ની લીડ મેળવી હતી. જોકે ટીમ આ લીડ જાળવી શકી ન હતી અને બ્રિટને ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં 15 મિનિટની અંદર 2 ગોલ કરીને મેચ 4-3 થી જીતી લીધી. આ અગાઉ ટીમે ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને પણ હરાવી હતી. ત્યારે સુરતમાં ડાયમંડ કિંગ સવજીભાઈએ મહત્વની જાહેરાત કરી છે. તેઓએ મહિલા હોકી ટીમને સુરત બોલાવી તેઓનું સન્માન કરી 2.5 લાખની રાશી ઇનામમાં આપશે. આ અગાઉ સવજીભાઈએ મહિલા હોકી ટીમ વિજેતા થાય તો કાર અથવા ઘરની જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રી સમય ફાળવશે તો તેઓના હસ્તે સન્માન

સવજીભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે મહિલા હોકી ટીમને સુરત બોલાવી તેઓનું સન્માન કરવામાં આવશે સાથે જ ૨.૫ લાખની રોકડ પુરસ્કારમાં આપવામાં આવશે. અમે ગુજરાતના મુખ્યમંત્રીને આ વાત કરીશું અને તેઓ સમય ફાળવશે તો આ સન્માન પણ તેઓના હસ્તે જ કરીશું  સવજીભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે નિષ્ફળતાએ સફળતાની ચાવી છે. હાર પછી કોઈએ સન્માન કર્યું હોય એવું ક્યારેય બન્યું નથી. મહિલા હોકી ટીમે દેશનું નામ રોશન કર્યું છે. ભવિષ્યમાં ખૂબ મહેનત કરીને ભારતને સફળતા અપાવવા દરેક ખેલાડી પોતાની તમામ શક્તિ કામે લગાડે તે માટે આ પ્રોત્સાહન રૂપે પુરસ્કાર અપાશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud