• નવાબી ઠાઠબાઠ ધરાવતો આ બકરાને ખોરાકમાં કાજુ-બદામ આપવામાં આવે છે
  • 192 કિલો વજન ધરાવતો આ બકરો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો
  • ઈદના દિવસે ‘તૈમુર’ની કુરબાની આપીને કરવામાં આવશે ઉજવણી

WatchGujarat. ઈદ-ઉલ-અઝા(બકરી ઈદ)ને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે સમગ્ર દેશમાં તેની ઉજવણીની ધામધૂમથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઈદના દિવસે અપાતી કુર્બાનીને ધ્યાનમાં રાખીને હાલમાં બજારોમાં કાશ્મીરી, રાજસ્થાની, પંજાબી સહિતની નસલના અલગ-અલગ બકરાઓની માંગ રહેતી હોય છે. જેના કારણે હાલમાં બજારમાં બકરાના ભાવ આસમાને પહોંચ્યાં છે. ઓનલાઈન માર્કેટમાં પણ બકરા લાખો રૂપિયામાં વેચાતાં હોય છે. એવામાં સુરતના એક બિલ્ડરે ઈદની કુર્બાની માટે તૈમુર નામનો બકરો 11 લાખમાં ખરીદતા તે ચર્ચાનો વિષય બન્યો છે.

ઉલ્લેખનીય છે કે બકરી ઈદના પર્વને લઇ લોકો લાખો રૂપિયા ખર્ચીને બકરાની ખરીદી કરતાં હોય છે. ત્યારે સુરતમાં 11 લાખનો એક મહામૂલો બકરો ખરીદવામાં આવ્યો છે. હાલમાં આ બકરો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ બકરાનું નામ તૈમૂર છે. તેનું વજન 192 કિલો છે અને તેની ઊંચાઈ 46 ઈંચની છે. તૈમૂર નામનો આ બકરો નવાબી ઠાઠ બાઠ ધરાવે છે.

બકરી ઇદને લઇને મુસ્લિમ બિરાદરો અગાઉથી જ બકરાઓની ખરીદી કરતાં હોય છે. આ પર્વને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. તેમાં પણ કેટલાક એવા પણ વર્ગો છે, જેઓ લાખો રૂપિયા ખર્ચીને પણ બકરો ખરીદતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતમાં જોવા મળ્યો છે. સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા જબ્બરભાઈ સુરતીએ બકરી ઇદની કુર્બાની માટે રૂપિયા 11 લાખનો બકરો ખરીદ્યો છે. આ બકરાની ઈદના દિવસે કુરબાની આપી ઉજવણી કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ બકરાની હાલની ઉંમર અઢી વર્ષની છે. સુરતના શહેરના સાગરમપુરા વિસ્તારમાં રહેતા અશફાક નામક વેપારી છેલ્લા કેટલાંક વર્ષોથી બકરાનો વેપાર કરે છે. આ વર્ષે પણ તેઓએ મોટી સંખ્યામાં બકરા વેચવા માટે રાખ્યા હતા. તૈમુર નામના આ બકરાનું આઠ મહિના સુધી  આ પશુપાલક દ્વારા પાલન પોષણ કરવામાં આવ્યું હતું. જેની પાસેથી બિલ્ડર દ્વારા આ બકરો 11 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. આ બકરાને હાલ ખોરાકમાં કાજુ બદામ, આયુર્વેદિક ઔષધિઓ, ચારો અને મુરબ્બો આપવામાં આવી રહ્યો છે. સાથોસાથ દિવસમાં ચાર લીટર દૂધ પણ પીવડાવવામાં આવે છે. બકરાની દરરોજ એક કલાક માલિશ કરવામાં આવે છે અને અઠવાડિયામાં એક વાર વોક પર લઈ જવામાં આવે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud