સુરતના અમરોલી સ્થિત કોસાડ આવાસમાં પાર્ક વાહનોમાં ૩ વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી
પાર્ક કરેલી બે રીક્ષા અને મોપેડ ભીષણ આગની ચપેટમાં આવી ગયા
બનાવની જાણ થતા ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો
WatchGujarat. સુરતના અમરોલી કોસાડ આવાસમાં બે રીક્ષા અને ત્યાં પાર્ક બે મોપેડમાં અચાનક આગ લાગી ગયી હતી. બીજી તરફ ધડાકા ભેર અવાજ આવતા રહીશો જાગી ગયા હતા. અને આ સમગ્ર મામલે ફાયર વિભાગને જાણ કરી હતી. પરંતુ ફાયરનો કાફલો પહોચે તે પહેલા જ વાહનો બળીને ખાખ થઇ ગયા હતા. જો કે આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયું ન હતું.
https://youtu.be/yU0P2-k-A_8
સુરતના અમરોલી સ્થિત કોસાડ આવાસમાં પાર્ક વાહનોમાં ૩ વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી. ત્યાં પાર્ક બે રીક્ષા અને મોપેડમાં ધડાકાભેર આગ લાગી હતી. જેથી ત્યાં નિંદ્રા માણી રહેલા રહીશો જાગી ગયા હતા. રહીશોએ ઘરની બહાર નીકળીને જોયું તો ત્યાં પાર્ક વાહનો ભડભડ સળગી રહ્યા હતા. જેથી રહીશોએ આ બનાવની જાણ ફાયર વિભાગને કરી હતી.
બનાવની જાણ થતા ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આગ પર કાબુ મેળવી લીધો હતો. પરંતુ ત્યાં સુધીમાં ત્યાં પાર્ક વાહનો બળીને ખાખ થઇ ગયા હતા. રિક્ષા નંબર GJ-05-VV-6500ના માલિક વિજય શંકાર પાંડે, રિક્ષા નંબર GJ-05-AY-2567ના માલિક પ્રકાશ સરજુભાઈ, એક્સિસ નંબર GJ-05 HW-1239ના માલિક જયશ્રીબેન સુરેશભાઈ દેવડે, એક્ટિવા નંબર GJ-05-HT-1480ના માલિક અરુણ પ્રધાન હોવાનું જાણવા મળ્યું છે.
વાહનોમાં આગ ક્યાં કારણોસર લાગી તે જાણવા મળ્યું ન હતું
વાહનોમાં આગ ક્યાં કારણોસર લાગી તે જાણવા મળ્યું ન હતું. કોઈ ઇસમેં વાહનોમાં આગ લગાડી છે કે, પછી ક્યાં કારણોસર આગ લાગી તે અંગે કોઈ જાણકારી મળી ન હતી. આ મામલે અમરોલી પોલીસ તપાસ કરી રહી છે. આ ઉપરાંત ત્યાના રહીશોએ જાણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટના પહેલીવાર બની છે.