• સુરતના સચિન જી.આઈ.ડી.સી. સ્થિત રોડ નંબર ત્રણ નજીકથી એક ટ્રક પસાર થઇ રહી હતી
  • ડ્રાઇવર કેબીનમાંથી ધુમાડા નિકળતા ડ્રાઇવર ટ્રક પાર્ક કરીને સલામસ અંતરે ગયો
  • સ્થાનિકો અને ફાયરના લાશ્કરોએ આગ પર કાબુ મેળવ્યો

WatchGujarat. સુરતના સચિન જી.આઈ.ડી.સી. વિસ્તારમાં એક ચાલતી ટ્રકના ડ્રાઇવર કેબીનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કેબીનમાં આગ લાગતા જ ડ્રાઈવર ટ્રકની બહાર નીકળી ગયો હતો. અને પલભરમાં જ ટ્રકની કેબીન સંપૂર્ણ બળીને ખાખ થઇ ગઇ હતી. આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી.

સુરતના સચિન જી.આઈ.ડી.સી. સ્થિત રોડ નંબર ત્રણ નજીકથી એક ટ્રક પસાર થઇ રહી હતી. ટ્રકના ડ્રાઇવર કેબીનમાં અચાનક આગ લાગી હતી. ટ્રકમાં આગ લાગતા જ સ્થળ પર અફરાતફરી મચી જવા પામી હતી. તો બીજી તરફ ટ્રકમાંથી ધુમાડા નીકળતા જ ડ્રાઈવર ટ્રકને રોડની સાઈડ પર પાર્ક કરીને ટ્રકની નીચે ઉતરી ગયો હતો. જેથી તેનો બચાવ થયો હતો. અને પલભરમાં જ ટ્રકનું ડ્રાઇવર કેબીન સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયો હતો.

સ્થાનિકોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો

ટ્રકમાં આગ લાગતા જ ડ્રાઈવર ટ્રકની નીચે ઉતરી ગયો હતો. અને તેનો બચાવ થયો હતો. પરંતુ ટ્રકમાં આગ લાગતા જ સ્થાનિકો ત્યાં એકઠા થઇ ગયા હતા. અને સમગ્ર મામલે ફાયર વિભાગને જાણ કરી હતી. અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જહેમત બાદ ટ્રકમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો હતો. પરંતુ ત્યાં સુધી ટ્રકનું ડ્રાઇવર કેબીન બળીને ખાખ થઇ ગયું હતું. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. સવારે ઘટેલી ઘટનામાં ઘડીકભર માટે રસ્તા પરનો વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. જો કે, સ્થાનિકો અને ફાયર બ્રિગેડની કામગીરીને પગલે સ્થિતી જલદી થાળે પડી હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud