ડભોલી રોડ પર રહેતા રાહુલભાઈ રમેશભાઈ હડીયલ ડભોલી રોડ પર જવેલર્સની દુકાન ધરાવે છે
દાગીના કઈ રીતે બને અને કેવો લાગે તેનું સેમ્પલ બતાવવા કહ્યું
વેપારીની નજર ચૂકવી સોનાનો હાથનો પોચો લઈને ચોરી કરી ભાગવાની કોસીશ કરવા જતા જ ઝડપાયો
WatchGujarat. સુરતના સિંગણપોરમાં જવેલર્સની દુકાનમાં વેપારીની નજર ચૂકવી સોનાનો પોચો લઈને એક ઇસમ ભાગવાની કોશિશ કરી હતી જે કે દુકાનદારે બુમાબુમ કરતા લોકોએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. સિંગણપોર પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ડભોલી રોડ પર રહેતા રાહુલભાઈ રમેશભાઈ હડીયલ ડભોલી રોડ પર જવેલર્સની દુકાન ધરાવે છે. તેઓને ત્યાં સવારે એક ઇસમ આવ્યો હતો અને દાગીના વિષે જાણકારી મેળવી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ ફરી સાંજે તે ઇસમ આવ્યો હતો. અને દાગીના કઈ રીતે બને અને કેવો લાગે તેનું સેમ્પલ બતાવવા કહ્યું હતું. જેથી વેપારીએ થયેલો સોનાનો હાથનો પોચો બતાવ્યો હતો. ત્યારબાદ અજાણ્યા ઇસમેં તેના મોબાઈલથી વિડીયો કોલ કરીને કોઈ સ્ત્રી સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ વેપારીની નજર ચૂકવી સોનાનો હાથનો પોચો લઈને ચોરી કરી ભાગવાની કોર્શીશ કરી હતી.
જેથી વેપારીએ તેની પાછળ ભાગી બુમાબુમ કરી હતી. જ્યાં રોડ પર લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને તેને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસને બોલાવી તેને સોપી દેવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીએ પોતાનું નામ દીપકસિંગ ધુરાજસિંગ રાજપૂત અને તે વેડરોડ વિસ્તારમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. આ બનાવમાં વેપારીની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપડક કરી છે.