• સુરતની લાજપોર જેલમાં ભૂતકાળમાં અનેક વખત કેદીઓ પાસેથી મોબાઈલ ફોન મળવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે
  • લૂંટ અને ચિટિંગના કાચા કામના કેદી મોહમદ અલી જમાલુદિન સૈયદ પાસેથી ચાદર નીચેથી મોબાઈલ ફોન મળી આવ્યો તથા અન્ય કેદી પાસેથી બે પગ વચ્ચેથી મોબાઇલ મળ્યો
  • કેદીઓ પાસે મોબાઈલ ફોન આવ્યો મામલે હાલ પોલીસે કેદીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી

Watchgujarat. અત્યાધુનિક ગણાતી લાજપોર જેલમાંથી ફરી એક વખત મોબાઈલ ફોન મળી આવવાની ઘટના સામે આવી છે. બે કેદીઓ પાસેથી તપાસ કરતા મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેમાં એક કેદીએ તો મોબાઈલ ફોન પ્રાઇવેટ પાર્ટમાં સંતાડીને રાખ્યો હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ અહીં સવાલ એ ઉઠે છે કે, લાજપોર જેલ આટલી હાઈટેક અને અત્યાધુનિક હોવા છતાં કેદીઓ પાસે મોબાઈલફોન આવ્યો ક્યાંથી તે એક મોટો પ્રશ્ન છે.

સુરતની લાજપોર જેલમાં ભૂતકાળમાં અનેક વખત કેદીઓ પાસેથી મોબાઈલ ફોન મળવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. વારંવાર મોબાઇલ પકડાતા લાજપોર જેલ છે કે પછી કોલ સેન્ટર તે કહેવું મુશ્કેલ છે. ત્યારે આવી જ એક વધુ ઘટના સામે આવી છે.

હત્યા અને ચિટિંગના ગુનાના આરોપી પાસેથી મોબાઈલ ફોન મળ્યો

21 તારીખે જેલના સત્તાધીશોને શંકા ગયી હતી કે કેદીઓ મોબાઇલફોનનો ઉપયોગ કરી રહ્યા છે. આ શંકાના આધારે તપાસ કરવામાં આવી હતી જેમાં યાર્ડ નંબર એ 0909 ના બેરેક નંબર 404 માં તપાસ કરાઈ હતી. આ તપાસમાં લૂંટ અને ચિટિંગના કાચા કામના કેદી મોહમદ અલી જમાલુદિન સૈયદ પાસેથીચાદર નીચેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો અને તેમાં સીમકાર્ડ પણ હતો. આ મોબાઈલ તેને શ્રાવનસિંગ રાજપૂત નામના કેદીએ આપ્યો હોવાનું જણાવ્યુ હતુ.

અન્ય કેદીએ પ્રાઇવેટ પાર્ટમાં મોબાઈલ છુપાવ્યો હતો

આ ઉપરાંત અન્ય એક હત્યાના આરોપી ભુપેન્દ્ર શીવરતન નિસાદ પર શંકા જતા તેની તપાસ કરાઈ હતી. જેમાં તેણે પ્લાસ્ટીકની થેલીમાં મોબાઈલ ફોન પ્રાઇવેટ પાર્ટમાં છુપાવીને રાખ્યો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

જેલમાં મોબાઇલ પહોંચ્યા કેવી રીતે ?

સુરતની લાજપોર જેલ અત્યાધુનિક જેલમાંથી એક છે. ત્યારે કેદીઓ પાસે મોબાઈલ ફોન આવ્યો ક્યાંથી તે પણ એક મોટો પ્રશ્ન છે. આ મામલે હાલ પોલીસે કેદીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પરંતુ ભૂતકાળમાં પણ આવા અનેક બનાવો સામે આવી ચુક્યા છે. પરંતુ તપાસનું પરિણામ યોગ્ય આવ્યું નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud