• સુરતમાં વહેલી સવારે ટેમ્પો પલટી મારતા માંસના લોચા રસ્તા પર ફેંકાતા લોકોમાં ઉત્તેજના
  • ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો
  • રસ્તો પાણીથી સાફ કરાયો અને માંસના સેમ્પલને વધુ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા

Watchgujarat. સુરત શહેરના ગુજરાત ગેસ સર્કલથી અઠવા ગેટ તરફ જતા બ્રીજ પાસે વહેલી સવારે એક પીકઅપ ટેમ્પો પલટી મારી ગયો હતો. અને ટેમ્પામાં માસ હોવાથી રોડ પર માસના લોચા વેરવિખેર જોવા મળ્યા હતા.  આ ઘટના બાદ ટેમ્પા ચાલક ઈસમો ફરાર થઇ ગયા હતા. તો બીજી તરફ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી. આ ઉપરાંત ટેમ્પામાં ગૌમાંસ હતું કે કેમ તે માટે માસને તપાસ માટે એફ.એસ.એલ.માં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે

સુરત શહેરમાં વહેલી સવારે એક અક્સમાતની ઘટના બની હતી. વહેલી સવારે એક પીકઅપ ટેમ્પો ગુજરાત ગેસ સર્કલથી અઠવાગેટ તરફ પુરપાટ ઝડપે આવી રહ્યો હતો. આ દરમિયાન ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગયો હતો. ટેમ્પો પલટી મારી જતા અને ટેમ્પામાં માસ હોવાથી રોડ પર માસના લોચા વેરવિખેર જોવા મળ્યા હતા. બીજી તરફ આ ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ વહેલી સવારે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રોડ પર માસ પડેલું હોવાથી તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. અને રસ્તો ધોઈ ચોખ્ખો કરવામાં આવ્યો હતો. જો કે બીજી તરફ અકસ્માત સર્જી ટેમ્પા ચાલક ફરાર થઇ ગયો હતો.

ટેમ્પામાં ગૌમાસ હતું કે કેમ તે અંગે તપાસ શરુ

અકસ્માતની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને રોડ પર મોટી સંખ્યામાં માસના લોચા જોઈ તેઓ પણ ચોકી ઉઠ્યા હતા. તેઓએ સૌ પ્રથમ રસ્તો ધોવડાવી રસ્તો ચોખ્ખો કર્યો હતો. બાદમાં આ ગૌમાસ છે કે કેમ તે અંગે તપાસ શરુ કરવામાં આવી છે. માસને તપાસ માટે એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્યા છે. અને જો આ ગૌમાંસ હોવાનું બહાર આવશે તો આ મામલે ગુનો નોધી તપાસ પણ શરુ કરવામાં આવશે તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું

ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો

ટેમ્પો એટલી પુરપાટ ઝડપે ડિવાઈડર સાથે અથડાયો કે આખા રસ્તા ઉપર માંસના લોચા વેરવિખેર થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલીક અસરથી ઘટના સ્થળ પર પહોંચીને થોડીવાર માટે બ્રિજ બંધ કરાવી દીધો હતો. પીકઅપ ટેમ્પોના ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. ઘટના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ડેપ્યુટી પોલીસ કમિશનર ભાવના પટેલ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા  અને આ મામલે તપાસ શરુ કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud