• સુરતમાં રહેતા યુવકની ફરિયાદથી મસમોટા કૌભાંડ સામે તપાસ શરૂ થઇ
  • સુરત સાયબર ક્રાઈમ, કતારગામ પોલીસ અને અમદાવાદ સાયબર ક્રાઈમની મદદ લઇ ઝારખંડના જામતારા ખાતેથી મુખ્ય આરોપી જીતેન્દ્ર ઉર્ફે રાહુલ ટેકલાલ મંડલને ઝડપી પાડ્યો
  • પોલીસે આ મામલે તપાસ કરતા એક પછી એક 6 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા

Watchgujarat. લોકોના લાઈટ બીલ મેળવી તે લાઈટબીલના આધારે અન્ય લોકોને શિકાર કરી લાઈટબીલની રકમ પોતાના ખાતામાં જમા કરાવી ઓનલાઈન ઠગાઈ આચરતી ગેંગને સુરત પોલીસે ઝડપી પાડી છે. પોલીસે આ ઘટનામાં 6 આરોપીની ધરપકડ કરી છે. અને મુખ્ય આરોપીની ઝારખંડના પંદનીયા ગામેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ ગેંગે ભારત ભરમાંથી લોકોને શિકાર કરી ૨૨૪૫ જેટલા વીજબીલ ભર્યા છે. અને જેના બીલ ભરાયા તેઓની પાસેથી પૈસા મેળવી કુલ રૂ. 3.67  કરોડ ખાતામાં જમા કરાવ્યા હતા.

સુરતના કતારગામમાં રહેતા એક યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેઓને એક ઇસમેં આર.બી.એલ બેંક માંથી બોલતો હોવાની વાત કરી તેઓને વિશ્વાસમાં લઈને OTP નબર મેળવી વીજ બીલ ભરી દીધું છે. આ મામલે કતારગામ પોલીસે તપાસ કરી ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા. પરંતુ સુરત પોલીસ પાસે આવી અનેક ફરિયાદો આવી હતી. અને તેમાં મોટા ભાગે આર.બી.એલ. બેંકના કસ્ટમરો સામેલ હતા. જેથી સુરત પોલીસે આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ શરુ કરી હતી. જેમાં સુરત સાયબર ક્રાઈમ, કતારગામ પોલીસ અને અમદાવાદ સાયબર ક્રાઈમની મદદ લઇ ઝારખંડના જામતારા ખાતેથી મુખ્ય આરોપી જીતેન્દ્ર ઉર્ફે રાહુલ ટેકલાલ મંડલને ઝડપી પાડ્યો હતો.  પોલીસે આ મામલે તપાસ કરતા એક પછી એક 6 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા આરોપી

વીરભદ્ર સિંગ ધર્મેન્દ્રસિહ ઝાલા [રહે. ભાવનગર]

મેહુલ જવેરભાઈ કાકડિયા [રહે.કતારગામ, સુરત]

યશ ભરતભાઈ ભુપાણી [ રહે.અમરોલી, સુરત]

મનીષ દેવરાજભાઈ ભુવા [ધંધો, બીલ કલેક્શન, રહે, કતારગામ, સુરત]

મિલન હરસુખભાઈ ચોવટિયા [રહે.કતારગામ સુરત]

જીતેન્દ્ર ઉર્ફે રાહુલ ટેકલાલ મંડળ [રહેઝારખંડ]

આરોપીઓ દ્વારા ભારતભરમાં કુલ ૨૨૪૫ વીજ બીલ ભર્યા હતા

પોલીસની તપાસમાં આરોપીઓ કબુલ્યું હતું કે તેઓ વીજબીલના ગ્રાહકોની વિગત મેળવી લેતા હતા. બાદમાં અન્ય લોકોને બેંક અધિકારીઓના નામે ફોન કરીને તેઓના બેંકની માહિતી મેળવી લેતા હતા અને જે લોકોના વીજ બીલની માહિતી હોય તેઓના વીજબીલ ભરાવી દેતા હતા અને જેનું વીજ બીલ ભરાયું હોય તેઓની પાસેથી રૂપિયા પડાવી લેતા હતા. આવી રીતે આરોપીઓએ ભારત ભરમાંથી કુલ ૨૨૪૫ વીજ બીલ ભરાવી લીધા હતા. જેની રકમ કુલ ૩ કરોડ ૬૭ લાખ ૧૫ હજાર અને ૩૪૩ રૂપિયા થાય છે

આરોપીઓએ ક્યાં રાજયોમાંથી કેટલા વીજબીલ ભર્યા

ગુજરાતમાં – ૨૧૧૩

પંજાબ- ૧૧૩

હરીયાણા-૧૧

રાજસ્થાન-૦૫

ઉતરપ્રદેશ -૦૨

મહારાષ્ટ્ર-૦૧

૧૧૫ એકાઉન્ટમાં જમા કરાવેલ ૫૯,૯૩ લાખ ફીઝ કરાયા

આ ઘટનામાં પોલીસે તપાસ શરુ કરી હતી અને અલગ અલગ બેંકના કુલ ૧૧૫ બેક એકાઉન્ટમાં જમા કરાવેલ કુલ ૫૯.૯૩ લાખ ફ્રીઝ કરવામાં આવ્યા છે તેમજ સુરત શહેરના ૪ ગુનાના અને અમદાવાદ શહેરનો એક ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

અલગ અલગ એપ્લીકેશનનો કરતા હતા ઉપયોગ

ઝડપાયેલા આરોપી અલગ અલગ એપ્લીકેશનનો ઉપયોગ કરી આર.બી.એલ બેન્કના ક્રેડીટ કાર્ડમાંથી વીજબીલ ભરપાઈ કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ૬ મોબાઈલ અને ૮.૦૪ લાખની રોકડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud