• કોરોના કાળમાં પણ ચોરોના હોંસલા બુલંદ છે
  • સુરતના કતારગામ દરવાજા પાસેથી પસાર થતા એક રાહદારીનો મોબાઈલ સ્નેચીગ કરી એક ઇસમ ભાગવા જતા પકડાયો
  • લોકોએ માર મારી પોલીસને જાણ કરી
  • ટ્રાફીક બ્રિગેડના જવાનોએ ચોરને પકડી વધુ કાર્યવાહી માટે લઇ ગયા

WatchGujarat. સુરતમાં સતત મોબાઈલ અને ચેઈન સ્નેચિંગના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આવી જ એક વધુ ઘટના સુરતના કતારગામ વિસ્તારમાં સામે આવી છે. કતારગામમાં મોબાઈલ સ્નેચિંગ કરીને ભાગવા જતા એક ઈસમને લોકોએ ઝડપી પાડ્યો હતો અને બાદમાં તેને બરોબરનો મેથીપાક આપી પોલીસના હવાલે કરી દીધો હતો

સુરત શહેરમાં રોજના મોબાઈલ અને ચેઈન સ્નેચિંગની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. બાઈક સવારો બાઈક પર આવી મોબાઈલ અને ચેઈન સ્નેચીગની ઘટનાને અંજામ આપી ધૂમ સ્ટાઈલમાં ફરાર થઇ જાય છે. ત્યારે આવી જ એક વધુ ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના કતારગામ દરવાજા પાસેથી પસાર થતા એક રાહદારીનો મોબાઈલ સ્નેચીગ કરી એક ઇસમ ભાગવા જતો હતો. જો કે રાહદારીએ બુમાબુમ કરતા લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. અને લોકોએ મોબાઈલ સ્નેચીગ કરીને ભાગતા ઈસમને ઝડપી પાડ્યો હતો. અને બાદમાં લોકોએ યુવકને બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. લોકોએ તેને માર માર્યા બાદ પોલીસને જાણ કરી હતી.

 

ટ્રાફિક પોલીસ પણ આવી પહોંચી હતી

આ ઘટના જાહેર રોડ પર બનતા અને લોકોનું ટોળું એકત્ર થઇ જતા ત્યાં હાજર ટ્રાફિક પોલીસ કર્મીઓ પણ ત્યાં આવી પહોચ્યા હતા. ટ્રાફિક પોલીસ કર્મીઓએ મોબાઈલ સ્નેચરને પકડી રાખી લોકોથી છોડાવ્યો હતો. અને બાદમાં પીસીઆર વાન આવતા જ તેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હોવાની જાણકારી મળી હતી.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud