• સુરતના મક્કાઈપુલ પરથી એક 40 વર્ષીય મહિલાએ બ્રીજ પર ચડીને પાણીમાં ઝંપલાવી દીધું
  • આપઘાતનો પ્રયાસ કરનારી મહિલા કાદવમાં કમર સુધી ફસાઈ ગયી
  • મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની જાણ થતા પોલીસ અને ફાયર કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો
  • ઘટના બાદ ફાયર વિભાગ અને પોલીસને જાણ પણ કરવામાં આવી

Watchgujarat. સુરતના મક્કાઈપુલ પરથી એક મહિલાએ ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે મહિલા કીચડમાં ફસાઈ ગયી હતી. બીજી તરફ બ્રીજ નીચે રહેતા લોકોએ ભારે જહેમત બાદ મહિલાને બચાવી લીધી હતી. પોલીસ મહિલાને પોલીસ મથકે લઇ ગયી હતી અને તેણે આપઘાતનો પ્રયાસ કેમ કર્યો તે દિશામાં તપાસ શરુ કરી હતી

સુરતના મક્કાઈપુલ પરથી એક 40 વર્ષીય મહિલાએ બ્રીજ પર ચડીને પાણીમાં ઝંપલાવી દીધું હતું. આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. બીજી તરફ આપઘાતનો પ્રયાસ કરનારી મહિલા કાદવમાં કમર સુધી ફસાઈ ગયી હતી. બીજી તરફ બ્રીજ નીચે રહેતા લોકોને આ અંગે જાણ થઇ હતી. જેથી તેઓએ તાત્કાલિક મહિલાને રેસ્ક્યુ કરી બચાવી લીધી હતી. અને બાદમાં કીચડમાં ફસાયેલી મહિલાના કપડા પરનો કાદવ પાણીથી સ્થાનિકોએ દૂર કર્યો હતો. આ ઘટના બાદ ફાયર વિભાગ અને પોલીસને જાણ પણ કરવામાં આવી હતી.

પોલીસે તપાસ શરુ કરી

મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની જાણ થતા પોલીસ અને ફાયર કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યાં સુધીમાં સ્થાનિકોએ મહિલાને બચાવી લીધી હતી. બીજી તરફ પોલીસ મહીલને પોતાની સાથે પોલીસ મથકે લઇ ગયી હતી. જ્યાં તેણીએ આપઘાત કેમ કરવાની કોશિશ કરી તે દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ લીંબાયતના અનવર નગરમાં રહેતી મહિલાએ આપઘાતની કોશિશ કરી હતી.

મહિલા સુરક્ષિત

આ ઘટના અંગે ફાયર વિભાગે જણાવ્યું હતું કે ફાયર કંટ્રોલ રૂમમાં ૬.૩૦ વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો કે એક મહિલાએ મક્કાઈપુલ પરથી કુદીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેથી મુગલીસરા ખાતેથી ફાયરની એક ટીમ ત્યાં પહોચી ગયી હતી. ફાયરની ટીમ ત્યાં પહોચે તે પહેલા જ સ્થાનિકોએ મહિલાને બચાવી લીધી હતી. મહિલા સુરક્ષિત છે. અને આ મામલે પોલીસે તપાસ શરુ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud