સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે
સંક્રમણ વધતાની સાથે જીવન રક્ષક ઇન્જેક્શનની માંગમાં ભારે ઉછાળો આવ્યો છે
ઇન્જેક્શની અછતના કારણે પરેશાન લોકો મેયરની મદદ માંગતા કડવો અનુભવ થયો હતો
મેયરે અત્યંત બેજવાબદારી પુર્વક જવાબ આપ્યાનો ઓડિયો વાઇરલ થયો હતો
WatchGujarat. કોરોના વકરતા જીવન રક્ષક ઇન્જેક્શનોની માંગમાં ભારે ઉછાળો આવ્યો છે. જેને લઇને તાજેતરમાં સુરતના મેયરને નાગરીકે ફોન કરીને ઇન્જેક્શન મેળવી આપવાની મદદ માટે ફોન કર્યો હતો. અગાઉ કેમેરાની સામે કડક માસ્ક ચેકીંગ કરતા નજરે પડેલા મેયરે કપરા સમયે નગારીકને મદદ કરવાની જગ્યાએ રોંગ નંબર કહીને ફોન બેજવાબદાર જવાબ આપ્યો હોવાનો ઓડિયો સોશિયલ મિડીયા પર વાઇરલ થયો હતો. જેને લઇને પ્રજા દ્વારા ચુંટીનો મોકલવામાં આવેલા પ્રતિનીધીઓ સત્તા પર આવ્યા બાદ તેમના સાથે કેવું વર્તન કરે છે તેનો દાખલો સામે આવ્યો હતો.
[audio mp3="https://watchgujarat.com/wp-content/uploads/2021/04/WG-ST-01.mp3"][/audio]
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અને હવે આલમ એ છે કે પ્રતિદીન સુરતમાં રેકોર્ડ બ્રેક કોરોના પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ખાસ કરીને સુરતમાં નવા સ્ટ્રેનનો કહેર વર્તાઈ રહ્યો છે. હોસ્પિટલના બેડ પણ ફૂલ થઇ રહ્યા છે. તેવા સમયે સુરતમાં કોરોના સંક્મિત દર્દીઓની સારવારમાં મહત્વની ભુમિકા ભજવતી રેમડેસીવીર ઈન્જેકશનની ભારે માંગ સામે આવી છે. આ ઇન્જેક્શન આસાનીથી હોસ્પિટલમાંથી મળી ન રહ્યા હોવાની રાવ ઉઠી છે.
દરમિયાન સુરતમાં જતીન રાખોલિયા નામના નાગરિકે આ ઈજ્નેકશન માટે સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલાને ફોન કર્યો હતો. અને રેમડેસીવીર ઈન્જેકશન જોઈએ છે તેવું કહ્યું હતું જો કે વ્યક્તિની મદદ કરવાને બદલે મેયરે તમને આ નંબર કોણે આપ્યો, આ રોંગ નબર છે તેમ કહી દીધું હતું. હેમાલી બેને કહ્યું હતું કે ઈન્જેકશન મારી પાસે ક્યાંથી હોય મને આટલા બધા ફોન આવે છે. ત્યારબાદ ફોન કરનારા વ્યક્તિએ કહ્યું હતું કે ન્યુઝમાં જોયું હતું કે ઈન્જેકશન જોઈએ તો.. ત્યાં જ હેમાલીબેન તેઓનો ફોન હોલ્ડ પર મૂકી દે છે.
સામન્ય નાગિરક કોની પાસે આશા રાખી શકે તે એક મોટો સવાલ
આ સમગ્ર ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જનતાના પ્રતિનિધિઓ જનતાની મદદ કરવાને બદલે આવા ઉડાવ જવાબ આપી દે તે કેટલું યોગ્ય છે ? સુરતમાં હાલ જે પ્રકારે કોરોનાનું સંક્મ્ર્ણ વધ્યું છે. લોકોને મદદની જરૂર છે. ત્યારે આ પ્રકારે જો સુરતના મેયર જ ઉડાવ જવાબ આપે તો સામન્ય નાગિરક કોની પાસે આશા રાખી શકે તે એક મોટો સવાલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રજાના વિકાસ માટે કામ કરવાના વચનો આપીને સત્તામાં આવેલા નેતાઓ હવે ભાવ ભુલી રહ્યા છે. થોડાક દિવસ પહેલા સુરત શહેરના મેયર હેનાલી બોઘાવાલા કેમેરાની સામે માસ્ક ચેકીંગનું કડકાઇ પુર્વક પાલન કરાવતા નજરે પડ્યા હતા. હવે કપરા સમયે જ્યારે ખરા અર્થમાં લોકોનો મદદ કરવાનો સમય છે ત્યારે તેઓના ફોન રોંગ નંબર કહીને કાપી નાંખવામાં આવે છે. સમગ્ર ઘટનાનો ઓડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. વિડીયો વાઇરલ થતા મેયરનું બેજવાબદારપણું ખુલ્લું પડ્યું હતું.
નોંધ - watchgujarat.com આ ઓડિયો અંગે કોઇ પુષ્ટિ કરતું નથી