• કતારગામ વિસ્તારમાં રહેતી અને ઇન્ટીરીયર ડિઝાઈનરનો કોર્સ કરી ચુકેલી 24 વર્ષીય યુવતીનું શોશ્યલ મીડિયા પર ફેક એકાઉન્ટ બન્યું
  • ફેક એકાઉન્ટમાં યુવતીનો જ ફોટો પ્રોફાઈલ પિક્ચરમાં હતો, જેથી યુવતીએ આ એકાઉન્ટ ડીલીટ કરવા અને ફોટા ક્યાંથી મેળવ્યા તે અંગે મેસેજ કર્યો
  • યુવતીની ફ્રેન્ડની માંફી માંગવા અને માંફી નહિ માંગે તો તેણીના બીભત્સ ફોટા અપલોડ કરી દેવાની ધમકીઓ અપાઈ
  • આખરે મામલો પોલીસ સ્ટેશન પહોંચતા ગણતરીના સમયમાં જ પોલીસે આરોપીને ઝડપ્યો

WatchGujarat. સુરતના કતારગામમાં રહેતી યુવતીના નામે શોશ્યલ મીડિયામાં ફેક આઈડી બનાવવામાં આવ્યું હતું અને તેના બીભત્સ ફોટા અપલોડ કરવાની ધમકીઓ અપાઈ હતી. આ ઘટનામાં કતારગામ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. અને જે યુવતી સાથે યુવકની સગાઈ થવાની હતી તે જ આરોપી નીકળ્યો હતો.

મળતી માહિતી મુજબ સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી અને ઇન્ટીરીયર ડિઝાઈનરનો કોર્સ કરી ચુકેલી 24 વર્ષીય યુવતીનું શોશ્યલ મીડિયા પર ફેક એકાઉન્ટ બન્યું હતું. આ અંગે યુવતીને જાણ થતા તેણે તપાસ કરી હતી જેમાં ફેક એકાઉન્ટમાં યુવતીનો જ ફોટો પ્રોફાઈલ પિક્ચરમાં હતો જેથી યુવતીએ આ એકાઉન્ટ ડીલીટ કરવા અને ફોટા ક્યાંથી મેળવ્યા તે અંગે મેસેજ કર્યો હતો. જેથી સામેથી એકાઉન્ટમાં યુવતીની ફ્રેન્ડની માંફી માંગવા અને માંફી નહિ માંગે તો તેણીના બીભત્સ ફોટા અપલોડ કરી દેવાની ધમકીઓ અપાઈ હતી.

જેથી આ મામલે યુવતીએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તપાસ કરી રહેલી પોલીસે આ ગુનામાં ગૌરવ જગદીશ પાટીલને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં યુવતીની જેની સાથે સગાઇ થવાની હતી તે જ આરોપી નીકળ્યો હતો. યુવતીની ફ્રેન્ડ ગૌરવ સાથે વાત કરતી હોય બંને વચ્ચે ઝઘડો થયો હતો. એટલું જ નહી યુવતીએ આગળ સંબંધ તોડી નાખતા બદલો લેવા આ કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું.

Facebook Comments Box

Videos

Our Partners