• સુરતમાં એક પછી એક રાત્રી કર્ફ્યુના નિયમોના ઉલ્લંઘન થયાની ઘટનાઓ સામે આવી રહી છે
  • પહેલા પોલીસ ઇન્સ્પેક્ટર, બુટલેગર બાદ હવે પોલીસ કોન્સ્ટેબલે બર્થ ડેની ઉજવણીમાં નિયમો તોડ્યા
  • કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેની પર છે તેઓ જ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે

WatchGujarat. સુરતમાં એક પછી એક હવે પોલીસ કર્મીઓ નિયમના ધજાગરા ઉડાવી રહ્યા છે. હવે પી.આઈ. બાદ પુણા પોલીસ મથકના એક કોન્સ્ટેબલે નિયમના ધજાગરા ઉડાવ્યા હોવાની ઘટના સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ વીડિયો પુણા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહાવીર સિંહ મકવાણાનો છે. જેણે ફાર્મ હાઉસમાં રજવાડાના રાજાને ઘટે નહિ કાંઈ ગીત પર મોંઘીદાટ ગાડીમાં બેસી ફિલ્મી સ્ટાઈલમાં જન્મદિવસ ઉજવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. જેને લઈને જાહેરમાં ઉજવણી પર પ્રતિબંધ છે. અને આવી જાહેરમાં ઉજવણી કરતા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી કરે છે. પરંતુ હવે સુરતમાં લોકો નહી પરંતુ કાયદો અને વ્યવસ્થાની જેની જવાબદારી છે. તે પોલીસકર્મીઓ જ નિયમોની ધજીયા ઉડાવી રહ્યા છે. ગતરોજ પી.આઈ.નો વિદાય સમારોહનો વિડીયો સામે આવતા તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઘટનાએ પોલીસ બેડામાં ચકચાર જગાવી હતી. ત્યાં હવે વધુ એક પોલીસકર્મીનો વિડીયો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ આ વીડિયો પુણા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહાવીર સિંહ મકવાણાનો છે.જેણે ફાર્મ હાઉસમાં રજવાડાના રાજાને ઘટે નહિ કાંઈ ગીત પર મોંઘીદાટ ગાડીમાં બેસી ફિલ્મી સ્ટાઈલમાં જન્મદિવસ ઉજવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

લક્ઝુરીયસ કારમાં લીધી એન્ટ્રી

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, શહેરના છેવાડાના ફાર્મ હાઉસમાં કોન્સ્ટેબલનો જન્મદિવસ ઉજવાયો હતો. જેમાં લક્ઝુરિયસ કારમાં રુફથી બહાર નીકળીને ફિલ્મનો હીરો હોય તે રીતે ફિલ્મી ગીત પર દબદબાભેર ફાર્મ હાઉસમાં સિંઘમ સ્ટાઈલમાં એન્ટ્રી લેતો વીડિયો સામે આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલનો મોંઘીદાટ બ્રાન્ડેડ કારમાં આ રીતનો વિડીયો જોઈને પોલીસના સિનિયર અધિકારીઓ પણ અવાક બની ગયા છે.

પોલીસ કર્મીઓ જ નિયમ તોડી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસ પર છે. અને પોલીસ લોકો સામે તો કડક કાર્યવાહી કરે છે. પરંતુ સુરતમાં હવે પોલીસ જ નિયમના ધજાગરા ઉડાવી રહી છે. એક પછી એક પોલીસ કર્મીઓના વિડીયો સામે આવી રહ્યા છે જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે. આ વીડિયોમાં કોન્સ્ટેબલ મહાવીરસિંહ મકવાણા હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે તેની સામે પોલીસ કમિશનર કેવા પગલાં લે છે તેના ઉપર સૌની નજર છે.

પી.આઈ. ને કરાયા હતા સસ્પેન્ડ

ઉલ્લેખનીય છે સુરતના સિંગણપોર પોલીસ મથકના પી.આઇ.એ.પી. સલૈયાની બદલી ઇકો સેલમાં કરવામાં આવી છે. પી.આઈ. સલૈયા અગાઉ પણ વિવાદમાં આવી ચુક્યા છે. અને હવે તેઓની બદલી થતા ફરી એક વખત વિવાદ સામે આવ્યો છે. પી.આઇ. ની બદલી થતા સિંગણપોરમાં આવેલા એક ફાર્મ હાઉસમાં તેઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ વિદાય સમારોહમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત અન્ય બ્રાન્ચના પોલીસકર્મીઓ પણ હાજર રહ્યા હતા. મહત્વની વાત એ છે કે કફર્યુંના સમયમાં આ વિદાય સમારોહ યોજાયો હતો જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. અને ચારેતરફ આ ઘટનાને લઈને પોલીસની ટીકા થઈ રહી છે. એક પીઆઈ કક્ષાના અધિકારીને એટલું તો ભાન હોવું જોઈએ કે રાત્રિના સમય દરમિયાન કર્ફયૂ હોવાછતાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન ન કરી શકાય. માત્ર એટલું જ નહીં, કોઈપણ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર પોલીસ કર્મચારીઓ સાથે સ્વાદીષ્ટ વ્યંજનોની મિજબાની માણી હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

પીઆઈના વિદાય સમારોહનો વીડિયો વાયરલ થતા વિવાદ ઉભો થયો હતો. આ ન્યુઝ સામે આવતા સુરત પોલીસ કમિશનર એકશનમાં આવ્યા હતા અને તેઓએ આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા. અને પી.આઇ. ને સાંજ સુધીમાં જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે પી.આઇ. એ પી. સલૈયાની આજે જ ઇકો સેલમાં બદલી થઈ હતી. અને બદલીના પ્રથમ દિવસે જ તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud