• તૌકતે વાવાઝોડાના રૌદ્ર સ્વરૂપ નું અનુમાન તંત્રને આવી ગયો હતો
  • મહાનગરપાલિકાએ તકેદારીના ભાગરૂપે શહેરમાં લાગેલા હોર્ડિંગ્સ અને ચાર રસ્તા પર લાગેની સ્ટ્રીટ લાઇટો  ઉતારી લીધી
  • સરકારી સંપત્તિને રૂ. 10.78 કરોડના નુકશાનનો અંદાજ, ખાનગી સંપત્તિના નુકશાન અંગે વિગતો પ્રાપ્ત નથી

WatchGujarat. સુરતના નજીકથી પસાર થયેલા તૌકતે વાવાઝોડાએ શહેરમાં ભારે તારાજી સર્જી હતી. બે દિવસ સતત સુરત શહેરમાં ભારે વરસાદ ની સાથે સાથે પવન પણ ફૂંકાયો હતો. જેના કારણે સુરતમાં સરકારી અને ખાનગી મિલ્કતોને ભારે એવું નુકસાન થયું છે. સુરતમાં તાંડવ મચાવનાર તૌકતે વાવાઝોડાએ  મહાનગરપાલિકાના પ્રોપર્ટીને રૂ. 10 કરોડ 78 લાખનું નુકસાન પહોંચાડયું છે. તોફાનને કારણે પ્રાઇવેટ પ્રોપર્ટીઓને પહોંચેલા નુકસાનનો અંદાજો લગાવવો તો મુશ્કેલ છે. પરંતુ તળિયે ગયેલી સુરત મહાનગરપાલિકાની તિજોરીને ફરીથી કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

તૌકતે વાવાઝોડાના રૌદ્ર સ્વરૂપ નું અનુમાન તંત્રને આવી ગયો હતો. તંત્ર તરફથી જરૂરી તૈયારીઓ સુરત શહેરમાં કરી દેવામાં આવી હતી. વાવાઝોડાના કારણે શહેરમાં 55 થી 66 કિલોમીટરના ઝડપથી પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી હતી. જેને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકાએ તકેદારીના ભાગરૂપે શહેરમાં લાગેલા હોર્ડિંગ્સ અને ચાર રસ્તા પર લાગેની સ્ટ્રીટ લાઇટો  ઉતારી લેવામાં આવી હતી. શહેરના માર્ગો અને સોસાયટીઓમાં જે વૃક્ષો પડી શકે તેમ હતા, તેમને ફાયરના મદદથી કાપી નાખવામાં આવ્યા હતા. સાથે સાથે શહેરીજનોને વાવાઝોડા દરમિયાન ઘરેથી બહાર ન નીકળવા અને ઝાડ અથવા કોઈપણ પડવા જેવી વસ્તુઓથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી હતી.

SMC ને ક્યાં અને કેટલું નુકસાન થયું

  • રોડ રસ્તા – ₹ 4 કરોડ
  • અલગ-અલગ ઝોનમાં – ₹ 3 કરોડ 60 લાખ
  • ફાયર બ્રિગેડ – ₹ 51 લાખ
  • ફૂટપાઠ – ₹ 37.50 લાખ
  • ફ્લાય ઓવર બ્રિજ – ₹ 22 લાખ
  • BRTS – ₹ 16 લાખ
  • સ્ટ્રીટ લાઇટ – ₹ 9 લાખ 5 હજાર
  • જળ મથકો –  ₹ 1 લાખ

ઉપરોક્ત જગ્યાએ સાથે સાથે સુરત મહાનગરપાલિકાએ શહેરના બાગ બગીચાઓમાં પણ લાખોનું નુકસાન થયું હોવાનો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના ના કારણે સુરત મહાનગરપાલિકાની તિજોરી તળીએ ગઈ છે. અને તેવામાં તૌકતે વાવાઝોડાના કારણે કરોડો રૂપિયાનું નુકસાન સુરત મહાનગરપાલિકાને થયું છે. આવનારા દિવસોમાં કદાચ સુરત મહાનગરપાલિકા રાજ્ય સરકાર પાસેથી આર્થિક સહાય માંગ કરે તો નવાઈ નહીં.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud