• કાળી મજૂરી કરી રાત્રે આ બિલ્ડિંગની નીચે સૂતેલા ત્રણ શ્રમજીવીઓએ જીવ ગુમાવ્યો હતો
  • સવારે 4 વાગે રાંદેરમાં નિલાંજન એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ તૂટી પડતા ત્રણ લોકો ફસાયા હતા.
  • એપાર્ટમેન્ટ જર્જરીત હોવાથી 9 મહિના પહેલા જ એસ.એમ.સીએ ખાલી કરાવ્યું હતુ.
  • નિલાંજન એપાર્ટમેન્ટ અંદાજીત 50 વર્ષ જુનુ હોવાનુ માનવમાં આવી રહ્યું છે.

સુરત. રાંદેર નવયુગ કોલેજ નજીક આવેલા નિલાંજન એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ તૂટી પડતાં ત્રણ લોકો કાટમાળમાં ફસાયા હતા. ફાયર બ્રીગેડની ટીમ દ્વારા ફસાયેલા ત્રણ લોકોને બહાર કાઢી સારવાર અર્થે 108માં હોસ્પિટલ ખાતે મોકલામાં આવ્યાં હતા. જોકે સારવાર દરમિયાન આ ત્રણેય શ્રમીકોના મોત નિપજ્યાં હતા.

સવારે 4 વાગ્યાના અરસામાં ધડાકાભેર ગેલેરી તૂટી પડીઃ નજરે જોનાર

જિતેન્દ્રભાઈએ (નજરે જોનાર) જણાવ્યું હતું કે વહેલી સવારે લગભગ 4 વાગ્યના અરસામાં ધડાકાભેર અવાજ આવતાં ઊંઘ ઊડી ગઈ હતી. બહાર નીકળીને જોતાં સામે આવેલી નિલાંજન એપાર્ટમેન્ટની પહેલા માળની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. દોડીને ઘટના સ્થળે જતા બે જણને લોકોની મદદથી બહાર કાઢ્યા હતા. તાત્કાલિક ફાયર અને 108ને જાણ કરતાં તેઓ પણ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાર બાદ ફરી એક જણની બચાવો બચાવોની બૂમો સંભળાતાં ફાયરના જવાનોએ એકને રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો હતો..

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ બિલ્ડિંગ લગભગ 50 વર્ષ જૂનું કહી શકાય છે અને 9 મહિના પહેલાં SMCએ ખાલી કરાવ્યું હતું. આ એપાર્ટમેન્ટમાં નીચે બંધ દુકાન બહાર શ્રમજીવીઓ સૂતા હતા, જે પૈકીના ત્રણ દબાઈ ગયા હતા. એટલું જ નહીં, રાત્રે ભારે વરસાદને કારણે મોટા ભાગના શ્રમજીવીઓએ આ જગ્યા પરથી બીજે આશ્રય લીધો હતો, નહિતર મોટી દુર્ઘટના થઈ શકી હોત એ વાતને નકારી શકાય નહીં.

દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમજીવીઓ

અનિલચંદ્ર નેપાળી (ઉં.વ.35)

જગદીશચંદ્ર ચૌહાણ (ઉં.વ.45)

રાજુ અમૃતલાલ મારવાડી (ઉં.વ.40)

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud