• ઉધના માં નોવા કોમ્પ્લેક્ષની સામે શેટ્ટી બ્રધર્સ રેસ્ટોરન્ટના માલિક રાજુ વાંકોડે પર 3 વ્યક્તિઓ ફાયરિંગ કરવાના ઈરાદાથી આવ્યા
  • હોટેલના માણસોને આ બાબતની જાણ થતાં તેઓએ આ અજાણ્યા ઇસમોને પકડવાનો પ્રયત્ન કર્યો
  • પોલીસે પકડાયેલા એક શખ્સ પાસેથી એક ફુટેલી કારતુસ અને ચાર જીવતા કારતુસ કબ્જે કર્યા

WatchGujarat. સુરતના ઉધના વિસ્તારમાં શેટ્ટી બ્રધર્સ રેસ્ટોરન્ટ ના માલિક પર મોડી રાત્રે બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. જોકે ફાયરિંગ કરનાર બે શખ્સોને લોકોએ જ પકડીને ઢોર માર માર્યો હતો અને પોલીસને હવાલે કરી દિધો હતો. પોલીસે આરોપી પાસેથી પિસ્તોલ કબ્જે કરી છે.

ઉધના માં નોવા કોમ્પ્લેક્ષની સામે શેટ્ટી બ્રધર્સ રેસ્ટોરન્ટના માલિક રાજુ વાંકોડે પર 3 વ્યક્તિઓ ફાયરિંગ કરવાના ઈરાદાથી આવ્યા હતા. તેઓ પિસ્તોલ લઈને આવ્યા હતા. હોટેલના માણસોને આ બાબતની જાણ થતાં તેઓએ આ અજાણ્યા ઇસમોને પકડવાનો પ્રયત્ન કર્યો હતો. બચાવમાં આ આરોપીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. છતાં પણ લોકોએ ડર્યા વગર તેઓને પકડી લીધા હતા. જોકે ત્રણમાંથી બે ઈસમો ભાગવામાં સફળ રહ્યા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજુ વાંકોડે દારૂના ધંધા સાથે જોડાયેલો છે. એટલું જ નહીં આ વિસ્તારમાં તે બુટલેગર તરીકે પ્રખ્યાત છે. રાજુ વાંકોડે અને પ્રવીણ રાવત નામના ઇસમ વચ્ચે લાંબા સમયથી અંગત અદાવત હતી. આ જ કારણથી આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે પકડાયેલા એક શખ્સ પાસેથી એક ફુટેલી કારતુસ અને ચાર જીવતા કારતુસ કબ્જે કર્યા છે. એટલું જ નહીં ભાગી ગયેલા અન્ય બે શખ્સોને પકડવા પણ ચક્રો ગતિમાન કર્યા છે. આ ફાયરિંગ કોના કહેવા પર કરવા માટે તેઓ આવ્યા હોવા બાબતે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud