• સુરતમાં સિવિલ હોસ્પિટલના તબિબો અને સ્ટાફનો તણાવ દુર કરવા માટે લાલ બાદશાહએ શંખનાદ કરી શરૂ કરી અનોખી પહેલ
  • કોરોનાની બીજી લહેરમાં સૌથી વધારે ભારણ ડોક્ટરો ઉપર હતું
  • લાલ બાદશાહ રોજ સાંજે પોતાની લાલ કલરની બુલેટ લાલ કલરના કપડા અને લાલ કલરનું માસ્ક પહેરી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી 3 હોસ્પિટલોની બહાર જઈ શંખ વગાડે છે

WatchGujarat. હિન્દુ શાસ્ત્રોમાં શંખ નાદના મહત્વ બાબતે ખૂબ વર્ણન કરવામાં આવ્યું છે. શંખ વગાડવાથી વાયુમાં ફેલાયેલી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મકતા નો સંચાર થાય છે. ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં રોજ સાંજે એક વ્યક્તિ બુલેટ પર આવીને દોઢ મહિનાથી શંખ વગાડીને ડોક્ટરો અને દર્દીઓને પોઝિટિવ એનર્જી મળે તે માટે શંખ વગાડે છે. લાલ કલરના પહેરવેશ સાથે લાલ કલરના બુટેલ પર નિયમીત રીતે આવતા શખ્સને લઇને હોસ્પિટલ તંત્રમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

સુરતના બાદશાહ નામ સાંભળીને ચોંકી ગયા હશો, પરંતુ લોકો એમને આજ નામથી ઓળખે છે. લાલ બાદશાહનું અસલી નામ છે સતીશ સોની સતિષભાઈ ઉર્ફે લાલ બાદશાહ ઘણીબધી સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. સતિષભાઈ હાર્ડવેર બિઝનેસ સાથે જોડાયેલા છે. અને સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહે છે. સતિશભાઈ છેલ્લા 20 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. સતીશભાઈએ સુરતમાં વધી રહેલા કોરોનાના કેસો અને ડોક્ટર ઉપર પડી રહેલા તણાવને ઓછું કરવા માટે તેઓએ એક પહેલ શરૂ કરી છે. સતીશ સોની ઉર્ફે લાલ બાદશાહ સુરતની સિવિલ હોસ્પિટલમાં રોજ શંખ વગાડીને ડોક્ટરો અને દર્દીઓને પોઝિટિવ એનર્જી મળે તે હેતુથી રોજ શંખ વગાડે છે.

કોરોનાની બીજી લહેરમાં સૌથી વધારે ભારણ ડોક્ટરો ઉપર હતું રાત-દિવસ કામ કરી રહેલા ડોક્ટરોને જમવા માટે પણ ટાઈમ મળતો ન હતો. બીજી લહેર ના કારણે સુરતમાં સતત કેસો વધી રહ્યા હતા. અને તેની સામે ડોક્ટરોની સંખ્યા પણ ઓછી હતી. સતત સ્ટ્રેસમાં રહેતા ડોક્ટરોને સ્ટ્રેસ મુક્ત રાખવા માટે સુરતના એક વ્યક્તિએ અભિયાન શરૂ કર્યું હતું.

સતિષ ઉર્ફે લાલ બાદશાહ રોજ સાંજે પોતાની લાલ કલરની બુલેટ લાલ કલરના કપડા અને લાલ કલરનું માસ્ક પહેરી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી 3 હોસ્પિટલોની બહાર જઈ શંખ વગાડે છે. સતિષભાઈ ગયા દોઢ મહિનાથી આ કામગીરી કરી રહ્યા છે સતિષભાઈ નું કહેવું છે કે, સિવિલ હોસ્પિટલમાં ગયા દોઢ મહિનાથી હું શંખ વગાડી રહ્યો છું. જેથી હોસ્પિટલમાં કામ કરી રહેલા ડોક્ટરો નર્સિંગ અને હોસ્પિટલમાં એડમિટ દર્દીઓને સરકારની શંખની આવાજ  સાંભળી પોઝિટિવ એનર્જી મળે તે માટે રોજ સાંજે ગયા દોઢ મહિનાથી શંખ વગાડું છું.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud