• કોરોના મહામારીમાં પણ લાંચિયાઓના હોંસલા બુલંદ થયાનો કિસ્સો સામે આવ્યો
  • શાહુકારોના રજીસ્ટ્રેશનનું પ્રમાણપત્ર રીન્યુ કરવવા માટે અરજી કરી હતી અને પ્રમાણ પત્ર રીન્યુ કરવા પૈસા માંગ્યા
  • એન્ટી કરપ્શન બ્યુરો ના છટકામાં બે પટાવાળા ઝડપાયા

WatchGujarat. રાજ્યમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. કોરોનાની મહામારી વચ્ચે પણ સુરતમાં લંચીયા અધિકારીઓ બેફામ બન્યા છે. અને આવા જ બે લોકોને એસીબીએ ઝડપી પાડ્યા છે.  જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીના બે પટાવાળાને એસીબી (એન્ટી કરપ્શન બ્યુરો)એ 12 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે.

એસીબીએ બાતમીના આધારે છટકું ગોઠવી આઠવાલાઇન્સ સ્થિત જિલ્લા સેવા સદન 2 માં જિલ્લા રજીસ્ટર સહકારી મંડળી (ધીરધારની કચેરી) માં પટાવાળા તરીકે કામ કરતા બાબુભાઇ કનુભાઈ ચૌહાણ અને કરાર આધારીત કામ કરતા નિકુંજ ચંદુભાઈ ચૌધરીને 12 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે તેઓની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

પ્રમાણપત્ર મામલે માંગી હતી લાંચ

એસીબીમાંથી મળતી માહિતી મુજબ, આ મામલે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ આપી હતી કે ફરિયાદીના પિતાનું શાહુકારોના રજીસ્ટ્રેશનનું પ્રમાણપત્ર રીન્યુ કરવવા માટે અરજી કરી હતી અને પ્રમાણ પત્ર રીન્યુ કરવા માટે બંને આરોપીઓએ 12 હજારની લાંચ માંગી હતી.

એસીબીએ છટકું ગોઠવી બંને આરોપીને ઝડપી પાડ્યા

આ મામલે એસીબીએ ટિમ બનાવી છટકું ગોઠવ્યું હતું. અને બંને આરોપીને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. આ મામલે એસીબીએ બંને આરોપીની ધરપકદ કરી લીધી છે. અને આવી રીતે તેઓએ અન્ય કોઈ લાંચ લીધી છે કે, કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud