• કોરોના પછી આવેલી કારમી મોંઘવારી અને આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે બચત અને આયોજનો ખુબ જરૂરી
  • સુરતના જાણીતા મોટીવેટર અને સતત 75 કલાક પ્રવચનનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જેના નામ પર છે તેવા અશ્વિન સુદાણીના પુત્ર મૌલિક અને નિધિના લગ્ન અત્યંત સાદાઈથી કરવામાં આવ્યા
  • આ પહેલા પણ બેટી બચાવો, બેટી પઢાઓ તેમજ અનેક સામાજિક ઉત્થાનની થીમને લઈને જ આ સમાજ દ્વારા લગ્નપ્રસંગો યોજવામાં આવ્યા છે

WatchGujarat. ભારતીય લગ્નોમાં સામાન્ય રીતે ભારે ધૂમધામથી આ વિધિ સંપન્ન કરવાની પરંપરા ચાલતી આવી છે. એવું કહેવાય છે કે પિતા દેવું કરીને પણ પોતાના સંતાનોના લગ્ન ધામધૂમથી અચૂક રીતે કરે છે. પણ આ માન્યતાને દૂર કરવા સુરતના સમાજે આગેવાની લડિહાઈ છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સાથે જોડાયેલા એક પરિવારે તેમના પુત્રના લગ્ન અત્યંત સાદાઈથી કરીને સમાજને એક દાખલો બેસાડ્યો છે.

કોરોના પછી આવેલી કારમી મોંઘવારી અને આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે બચત અને આયોજનો ખુબ જરૂરી છે. શિક્ષણ અને આરોગ્ય માટેની બચત ન હોય તો પરિવાર દેવાના ડુંગર નીચે આવી જાય છે. નાણાકીય જાગૃતતા જ જીવનમાં સુખ અને શાંતિ લાવે છે. પરંતુ મોટા ભાગના લોકોમાં નાણાકીય બચત માટે જાગૃતિ જોવા મળતી નથી.

તેવામાં સુરતના જાણીતા મોટીવેટર અને સતત 75 કલાક પ્રવચનનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જેના નામ પર છે તેવા અશ્વિન સુદાણીના પુત્ર મૌલિક અને નિધિના લગ્ન અત્યંત સાદાઈથી કરવામાં આવ્યા હતા. આ લગ્નમાં દેખાદેખી માટે કરવામાં આવતા ખોટા ખર્ચને ટાળવામાં આવ્યા હતા. સમાજ દ્વારા આ પરિવારનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આગામી સમૂહ લગ્ન પણ બચતની થીમ આધારિત કરવામાં આવશે. અને તેને લઈને કુલ 360 જેટલા કાર્યક્રમો પણ કરવામાં આવશે. આ પહેલા પણ બેટી બચાવો, બેટી પઢાઓ તેમજ અનેક સામાજિક ઉત્થાનની થીમને લઈને જ આ સમાજ દ્વારા લગ્નપ્રસંગો યોજવામાં આવ્યા છે. ત્યારે આ વર્ષને બચત જાગૃતિ વર્ચ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud