કોરોના પર કાબુ મેળવવા માટે સરકારે કોરોના કર્ફ્યુ સહિતના નિયમો લાદી દીધા છે
વિડીયોમાં યુવક થોડી જ સેકંડોમાં બંદુક કાઢે છે. અને બેકગ્રાઉન્ડમાં ફિલ્મી સોંગ વાગી રહ્યું છે
પોલીસને પડકાર ફેંકતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ
WatchGujarat. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગયા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. સુરત શહેરમાં સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહેવા માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર્સ કાયદો તોડી રહ્યા છે. અગાઉ સ્પોર્ટ્સ બાઇક પર સ્ટંટ કરીને ફેમસ થવાના પ્રયાસ કર્યાના કિસ્સાઓ સામે આવ્યા હતા. અને તમામ કિસ્સાઓમાં પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી હતી. તેમ છતાં સ્ટંટબાજોને સિલસિલો અટકરતો નથી.
હાલ રાજ્યના તમામ શહેરોમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. કોરોના પર કાબુ મેળવવા માટે સરકારે કોરોના કર્ફ્યુ સહિતના નિયમો લાદી દીધા છે. એટલું જ નહિ પરંતુ લોકો જાહેરમાં એકત્ર ન થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેવા સમયે શહેરના સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં સુરત પાસીંગનું બુલેટ એક યુવક ચલાવી રહ્યો છે. વિડીયોમાં યુવક થોડી જ સેકંડોમાં બંદુક કાઢે છે. અને બેકગ્રાઉન્ડમાં ફિલ્મી સોંગ વાગી રહ્યું છે. વિડીયોમાં યુવક કોઇથી ડરતો નથી તેવો માહોલ બનાવવાનો પ્રયાસ થાય છે. સમગ્ર વિડીયોમાં યુવકે માસ્ક પહેરતો નથી. તેમજ જાહેરમાં હથિયાર કાઢીને પ્રદર્શન કરી રહ્યો છે.
સુરતમાં અગાઉ ઓવર બ્રિજ પર અગાઉ સ્પોર્ટ્સ બાઇક પર સ્ટંટ કરતા અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. વાયરલ વિડીયો મામલે પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ પોલીસ કાર્યવાહી બાદ પણ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેવા માટે યુવક યુવતિઓ સ્ટંટ કરવાનું છોડતા નથી. અને સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસની ધાક નહિ હોવાનું સામે આવતું હોય છે.