• સુરત નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી
  • પોતાની સાઇડમાં સાયકલ ચલાવતા ચાલકને પુરપાટ ઝડપે આવતા ટેમ્પાએ પાછળથી અડફેટે લઇ અકસ્માત સર્જયો
  • ટેમ્પા ચાલક અકસ્માત સર્જ્યા બાદ સ્થળ પર કંઇ બન્યું જ નથી તેમ ભાગ્યો 
  • આસપાસના લોકો ગંભીર  ઇજાગ્રસ્ત સાયકલ સવારની મદદે આવ્યા

WatchGujarat. સુરત પાસે બે દિવસ પહેલા એક આઈસર ચાલકે એક સાયકલ ચાલકને ઉડાવ્યો હતો. આ બનાવમાં સારવાર દરમિયાન સાઇકલ ચાલકનું મોત થયું છે. સુરત પાસે આવેલા નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખેરગામ-ધરમપુર રોડ ઉપર બનેલા આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ચાલકે ટેમ્પો બેફામ રીતે હંકારીને રસ્તાની બાજુમાં સાઇકલ પર જઈ રહેલા વ્યક્તિને ઉડાવ્યો હતો. ટેમ્પાની ટક્કરથી સાઇકલ ચાલક 50 ફૂટ જેટલો ફંગોળાયો હતો.

પ્રાથમિક માહિતી પ્રમાણે, ભૈરવી ગામના પેટ્રોલપંપ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બે દિવસ પહેલા સામે આવી હતી. પીડિત વ્યક્તિ સાઇકલ પર નોકરી માટે જઈ રહ્યો હતો. દરમિયાન પાછળથી આવતા ટેમ્પાએ સાયકલ ચાલકવે અડફેટે લઇ અકસ્માત સર્જયો હતો. અકસ્માત બાદ સાઇકલ ચાલકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સાઇકલ ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું.

અકસ્માત બાદ આઇસર ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. આ કેસમાં ખેરગામ પોલીસે અજાણ્યા ચાલક સામે ગુનો નોંધીને આઈસર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

અકસ્માતની ઘટના બાદ સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે સાઇકલ ચાલક પોતાની સાઇડમાં સાઇકલ ચલાવી રહ્યો છે. દરમિયાન પાછળથી એક આઈસર ચાલકે પૂર ઝડપે આવ્યો અને સાઇકલને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હોય છે કે, સાઇકલ ચાલક 50 ફૂટ સુધી ફંગોળાયો હતો. વ્યક્તિ સાથે તેની સાઇકલ પણ ઉછળીને રોડ પર પડે છે. આ દરમિયાન અન્ય લોકોને પણ સાઇકલ ચાલકની મદદ માટે આવતા જોવા મળ્યા હતા.

સીસીટીવીમાં જોઈ શકાય છે કે અકસ્માત બાદ જાણ કંઈ બન્યું જ ન હોય તેવી રીતે આઇસર ચાલક પૂર ઝડપે ફરાર થઈ જાય છે. જ્યારે દોડી આવેલા લોકો ઘાયલ થયેલા સાઇકલ ચાલકની મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud