કાપડ મીલમાં લાગેલી આગ જોતજોતામાં વિકરાળ બનતા કર્મીઓમાં અફરા તફરીનો માહોલ સર્જાયો
વિકરાળ આગને પગલે વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા
આગ પર કાબુ મેળવવાની કામગીરી દરમિયાન ફાયર વિભાગના બે જવાનો ઇજાગ્રસ્ત થયા
WatchGujarat. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એ.કે. રોડ પર આવેલી કાપડની મીલમાં શુક્રવારે સવારે ભીષણ આગ લાગી હતી. આગ લાગવાને પગલે મીલની આસપાસના વિસ્તારોમાં ઘુમાડા છવાયા હતા. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયરના લાશ્કરોએ સ્થળ પર જઇને આગ પર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કરી દીધા હતા. વિકરાળ આગને નાથવા માટે અનેક ફાયર સ્ટેશનોમાંથી ટેન્કરો આવીને કામે લાગ્યા હતા.
ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના વરાછા એ.કે. રોડ પર ભવાની સર્કલ નજીક લબ્ધી કાપડની મિલ આવેલી છે. મીલમાં રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી. દરમિયાન શુક્રવારે બપોરે અચાનક મીલમાં આગ લાગવાની ઘટના બની હતી. કાપડની મીલમાં રાખવામાં આવેલા મટીરીયલને કારણે ગણતરીના સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અને દરમિયાન મીલમાં કામ કરતા કર્મચારીઓમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. વિકરાણ આગને કારણે લબ્ધી કાપડની મીલની આસપાસ ધુમાડો છવાયો હતો.
ઘટનાની જાણ થતાની સાથે ફાયરના ટેન્કરોએ સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેવવાની કામગીરી શરૂ કરૂ દીધી હતી. કાપડની મીલમાં લાગેલી આગ વિકરાળ હોવાને કારણે અનેક ફાયર સ્ટેશનથી ટેન્કર બોલાવવા પડ્યા હતા. એક સમયે 10 થી વધુ ટેન્કરો આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા હતા. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.
આગ લાગવા પાછળના કારણ અંગે હાલ કોઇ માહિતી પ્રાપ્ત થઇ શકી નથી. જો કે આગ પર કાબુ મેળવી લીધા બાદ આગનું કારણ જાણવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. વિકરાળ આગમાં સદ્ભાગ્યે કોઇ જાન હાની થઇ ન હતી.
આગ પર કાબુ મેળવવા દરમિયાન બે જવાનો ઇજાગ્રસ્ત થયા
લબ્ધી કાપડ મીલમાં લાગેલી આગ વિકરાળ થઇ હતી. જેને લઇને અનેક ફાયર વિભાગને ટેન્કરો આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયા હતા. આગ પર કાબુ મેળવવાની કામગીરી દરમિયાન ફાયર વિભાગના બે જવાનોને ઇજા પહોંચી હતી. જેને પગલે બંન્ને ઇજાગ્રસ્ત જવાનોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.