• છેલ્લા 5 દિવસથી રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યા છે
  • સંક્રમણને લઈને સુરતમાં ફોસ્ટા દ્વારા શનિ અને રવિવારે માર્કેટો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો
  • સોમવારે માર્કેટ યાર્ડ શરૂ થતાની સાથે મ્યુનિસિપલ કમિશ્નર, મેયર સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા

WatchGujarat. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં શની અને રવિવારે ટેક્સટાઈલ માર્કેટ બંધ હતી. અને સોમવારે માર્કેટ શરુ થતા જ મનપા કમિશ્નર, મેયર અને કોરોના ની સ્થિતિ પર નિયંત્રણ માટે મુકેલા સચિવ એમ. થેન્નારસન, માર્કેટ વિસ્તારની મુલાકાત લીધી હતી. અને અહી ટેસ્ટીંગ વધારવામાં આવ્યું હતું. સાથે જ અહી માસ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. અને છેલ્લા 5 દિવસથી રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યા છે. જેને લઈને તંત્રની ચિંતામાં વધારો થયો છે. કેસો વધતા સુરતમાં રાતે 9 થી સવારના 6 વાગ્યા સુધી કફર્યુ પણ અમલમાં મુકવામાં આવ્યું છે. તો બીજી તરફ વધતા જતા સંક્રમણને લઈને સુરતમાં ફોસ્ટા દ્વારા શનિ અને રવિવારે માર્કેટો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જો કે, સોમવારે કાપડ માર્કેટો શરુ થતા જ મનપા કમિશ્નર બી.એન.પાની, મેયર હેમાલી બોઘવાલા અને કોરોના ની સ્થિતિ પર નિયંત્રણ માટે મુકેલા સચિવ એમ. થેન્નારસન, માર્કેટ વિસ્તારોની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે ટેક્સટાઈલ માર્કેટમાં વધુ કેસો સામે આવી રહ્યા હતા. જેને લઈને મનપા દ્વારા અહીx યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

માર્કેટોમાં ટેસ્ટીંગ વધારાયું

મનપા કમિશનરે જણાવ્યું હતું કે માર્કેટોમાં  વેપારી અને શ્રમિકોને સંક્મ્રણ વધે નહિ તે માટે ટેસ્ટીંગ વધારી દેવામાં આવ્યું છે. પહેલા માર્કેટમાં 1,700 થી 1,800 ટેસ્ટીંગ થતા હતા જે વધારીને હવે 3 થી 4 હજાર સુધી કરવામાં આવ્યા છે. તેમજ સુરત શહેરમાં પહેલા 8 હજાર જેટલું ટેસ્ટીંગ થતું હતું. જે વધારીને હવે 16 થી 17 હજાર જેટલું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રોજના 20 હજારથી વધુ ટેસ્ટીંગ થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ટેક્સટાઈલ માર્કેટમાં શ્રમિકો અને બહારથી આવતા વેપારીઓને વિના મુલ્યે માસ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud