• બે થી ત્રણ ઈસમોએ આવીને સોનાની લકી અને ત્યારબાદ માળા જોવા માંગી
  • ઇસમોએ અચાનક દુકાનદાર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો


WatchGujarat. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા પ્રસંગ જવેલર્સમાં બે થી ત્રણ ઈસમોએ દુકાન દાર પર જીવલેણ હુમલો કરી ફરાર થઇ ગયા હતા. ઘટનાને લઈને આસપાસ લોકટોળું એકત્ર થઇ ગયું હતું. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.અને દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે.

સુરત શહેરના વેડરોડ પર પાર્થ કોમ્પલેકસમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રસંગ જ્વેલર્સ આવેલું છે. અહી નીતિનભાઈ નગીનભાઈ સોની દુકાનમાં બેઠા હતા. દરમ્યાન સાંજના સમયે અહી બે થી ત્રણ ઈસમો આવ્યા હતા. અને દુકાનદારને સોનાની લકી જોવા માંગી અને ત્યારબાદ માળા જોઈ હતી. દરમ્યાન ઇસમોએ અચાનક દુકાનદાર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો હ્તો. દુકાનદારે બુમાબુમ કરતા હુમલાખોરો નાસી ગયા હતા. બીજી તરફ ઈજાગ્રસ્ત હાલતમાં દુકાનદાર દુકાનની બહાર આવી પહોચ્યા હતા. જ્યાં હાજર લોકોએ તેઓને તાત્કાલિક 108 ની મદદથી હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં આ ઘટના કેદ થઇ જવા પામી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે લઈને આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે. જોકે દુકાનમાં કોઈ લુંટ થઇ છે કે કેમ તે હજુ જાણી શકાયું નથી. દુકાનદારને હાલ 108 ની મદદથી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

યુવકને પેટ અને માથાના ભાગે ઈજા થઇ

હુમલાખોરોએ દુકાનદાર પર ચપ્પુ વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે.ઘટના સ્થળેથી માહિતી મળી હતી કે હુમલાખોરોએ દુકાનદારને માથાના ભાગે અને પીઠના ભાગે ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા.હાલ તેઓને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud