ડીસીબીએ બાતમીના આધારે બે ચેઇન સ્નેચરને ઝડપી પાડ્યા
ચેઇન સ્નેચરની કડકાઇ પુછપરછ કરતા એક પછી એક ગુનાઓના ભેદ ખુલતા ગયા
ચોર ફ્લાઇટ અથવા ટ્રેનથી અન્ય શહેરોમાં પહોંચી ભાડે ઘર લઇ ચોરીને સુનિયોજીત રીતે અંજામ આપતા
WatchGujarat. સામાન્ય રીતે જરૂરીયાત પુરી થતી ન હોય તેવા કિસ્સાઓમાં લોકો ચોરીનો રસ્તો પસંદ કરતા હોય છે. પરંતુ સમય જતા હવે પરિસ્થીતીઓ બદલાઇ છે. હવે ચોર ફ્લાઇટમાં આવી ભાડાનું ઘર રાખીને સુનિયોજીત રીતે ચોરીની ઘટનાને અંજામ આપે છે. આવું જ કંઇક સુરતમાં ડીસીબી પોલીસે પકડેલા ચેઇન સ્નેચરોના કિસ્સામાં સામે આવ્યું છે. પોલીસે તેઓની પાસેથી ચેઈન, મોબાઈલ, બાઈક મળી કુલ રૂ. 1.66 લાખનો મુદામાલ કબજે કર્યો છે. અને સુરતના ૩ અને ઓલપાડ પોલીસ મથકના એક ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ટોળકી દ્વારા લોકોને કવર સાથે સસ્તા ભાવો મોબાઇલ વેચવાનું કહી અનેક રૂપિયાની ઠગાઇ કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
સુરત ડીસીબી પોલીસને ચેઇન સ્નેચર અંગે ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી અમરોલી છપરાભાઠા પાસે આવેલી શાક માર્કેટ પાસેથી આરોપી ભૂષણ ઉર્ફે આસિફ યુનુશ રફીક હલવાઈ અને રીઝવાન અનવર રીયાઝઉદિન શેખ ફરીદીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી સોનાના કાનના લટકણીયા, બે ચેઈન, બે મોટર સાયકલ, ત્રણ મોબાઈલ અને એક બાઈક મળી કુલ રૂ. 1.66 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. ગઠિયાઓ દ્વારા કરવામાં આવતી ઠગાઇની મોડસ ઓપરેન્ડી સાંભળીને એક તબક્કે પોલીસ પણ અચંબામાં મુકાઇ ગઇ હતી.
બે ચોરોને પકડી પાડતા 4 પોલીસ મથકના ગુનાના ભેદ ઉકેલાયા
પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા જાણાવ્યું હતું કે, તેઓએ દોઢેક માસ પહેલા ગોડાદરા વિસ્તારમાં એક 70 વર્ષીય માજીના કાનના લટકણીયા સ્નેચીગ કરી ફરાર થઇ ગયા હતા. તેમજ અડાજણ તથા ઓલપાડ વિસ્તારમાંથી મોબાઈલ અને ચેઈન સ્નેચીગ કરી હોવાની કબુલાત કરી હતી. વધુમાં આરોપીઓ મૂળ મુજ્જ્ફર નગરના વતની છે. અને તેઓ તથા તેમના સાગરીતો છેલ્લા 5 વર્ષથી ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારના શહેરોમાં રૂમ ભાડે રાખી આધાર કાર્ડના આધારે બાઈક ઉચ્ચક ખરીદી કરી મોબાઈલ અને ચેઈન સ્નેચીગ કરતા હોવાનું જણાવ્યું હતું. તેમજ લેધરના ક્વરમાં મોબાઈલ ફોન મૂકી તે વેચવાનો છે તેવી વાત કરી નજર ચૂકવી મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઇ જતા હતા. પોલીસે કડકાઇ દાખવતા પૂછપરછ અડાજણ પોલીસ મથકના બે, ગોડાદરા પોલીસ મથકનો એક અને ઓલપાડ પોલીસ મઠકના એક ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મળી હતી.
મોબાઈલ ફોનના બદલામાં કાચના ટુકડા સાથેનું મોબાઈલ કવર પકડાવીને ઠગાઈ
આ ટોળકી ચેઈન સ્નેચીંગ ઉપરાંત મોબાઈલ ફોનના બદલામાં કાચના ટુકડા સાથેનું મોબાઈલ કવર પધરાવી છેતરપીંડી પણ કરતી હતી. તેઓ બે અલગ અલગ લેધર કવર પૈકી એકમાં સારો મોબાઈલ ફોન રાખતા જયારે બીજામાં મોબાઈલની સાઇઝનો કાચનો ટુકડો મૂકી કવરની ચેઇનના છેડે ફેવીકવીક લગાવી રાહદારીને રોકી પહેલા સારા મોબાઈલ સાથેનું કવર બતાવી મોબાઈલ વેચવાનો છે કહી જો વ્યક્તિ મોબાઈલ લેવા તૈયાર થાય તો તેની સામે તેનો મોબાઈલ ફોન અને વધારાના રૂ.2 થી 4 હજાર લઈ વાતોમાં રાખી કાચના ટુકડા વાળું કવર પધરાવી મોબાઈલ ફોન અને પૈસા લઈ ફરાર થઈ જાય છે. બાદમાં મોબાઈલ કોઈકને વેચી બાઈક રેલવે સ્ટેશનના પાર્કીંગમાં પાર્ક કરી રેલવે અથવા વિમાન માર્ગે વતન જતા રહે છે.
ફ્લાઇટ આવી આપતા હતા ગુનો આચરતા
બંને સ્નેચર ચોરી કરવા દિલ્હીથી રાજધાની ટ્રેન અને ફલાઇટમાં સુરત આવતા હતા. અને ચાર-પાંચ જેટલી ચોરી અંજામ આપ્યા બાદ સુરત કે અમદાવાદથી ફલાઇટમાં દિલ્હી પરત ફરી જતા હતા. જો કે આ વખતે આરોપીઓ ફરાર થાય તે પહેલા જ પોલીસે તેઓની ધરપકડ કરી લીધી હતી